હવામાન:ચરોતરમાં 24 કલાકમાં 2.02 ડિગ્રી તાપમાન વધતાં ગરમીનો અહેસાસ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ ગરમીનું જોર રહેશે ત્યારબાદ પવનની ગતિ વધશે

આણંદ -ખેડા જિલ્લાના ખેડૂતો દ્વારા ચોમાસુ પાકની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલમાં ખેતરમાં ખેડ કરીને તપવવા માટે મુકવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં પવનની ગતિ ઘટતાં જ આંશિક વાદળો વચ્ચે મહતમ તાપમાન 2.02 ડિગ્રી વધારો થતાં 40.02 ડિગ્રી પહોંચતા અસહ્ય ગરમીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. તેમજ આંશિક વાદળોને પગલે ભેજનું પ્રમાણ રહેતા રાત્રિના સમય ભારે બફારો અનુભવાઇ છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી મહતમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. ત્યારબાદ પ્રિ-મોન્સુન એકટીવીટી સક્રિય બનશે. પવનનો જોર વધતાં ગરમીમાં આંશિક રાહત રહેવાની સંભાવના છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચરોતરમાં પ્રિ-મોન્સુન એકટીવીટી આગામી બે દિવસ બાદ સક્રિય બનશે. કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના છે. જયારે આગામી 48 કલાક સુધી મહતમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. બુધવારે આણંદ કૃષિ હવામાન વિભાગમાં નોંધાયેલા આંકડા પર નજર કરી તો મહમત તાપમાન 40.02 અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી, ભેજનું પ્રમાણ 76 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 7.8 કિમીની નોંધાઇ છે. આગામી દિવસો તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...