માર્ગદર્શન:કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શનનો આણંદમાં સેમીનાર યોજાયો, વિષે સમજણ અપાઇ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાતીય સતામણી તેમજ આતરિક ફરિયાદ સમિતિ અને સ્થાનિક ફરિયાદ સમિતિ અંગે જાણકારી આપવામાં આવી
  • કાયદાનું અમલીકરણ ન કરવા બાબતે સજા વગરે મુદ્દાઓ વિષે સમજણ આપવામાં આવી

મહિલા અને બાળ અધિકારીની કચેરી આણંદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમીનાર પોલીસ તાલીમ ભવન આણંદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સેક્રેટરી એ.એમ. પાટડીયાએ કાર્યક્રમને અનુરૂપ સમજણ કાનૂની સેવા સત્તા મંડળના સેકેરેટરી એ.એમ. પાટડીયા, ડી.વાય.એસ.પી પટેલ, સીનીયર ધારાશાસ્ત્રી નીતાબેન પટેલ દ્વારા મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદમાં જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ અને દહેજ પ્રતિબંધક અધિકારી, સહ રક્ષણ અધિકારી ડો.મનીષાબેન મુલતાનીએ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2016 અનુસંધાને કામકાજનું સ્થળ એટલે શું?, જાતીય સતામણી એટલે શું?, જાતીય સતામણીને લગતા કૃત્યની માહિતી જુદા જુદા દેશ મારફત સમજાવી હતી.

આ ઉપરાંત ફરિયાદ કોની સામે થઈ શકે?, આતરિક ફરિયાદ સમિતિ અને સ્થાનિક ફરિયાદ સમિતિ અંગેની સમજણ, કાયદાનું અમલીકરણ ન કરવા બાબતે સજા વગરે મુદ્દાઓ વિષે સમજણ આપી હતી.

મહિલા અને બાળ અધિકારી આણંદની કચેરી દ્વારા ઘરેલુ હિંશા અધિનિયમ 2005 દહેજ પ્રતિબંધક અધિનિયમ 19,વહાલી દિકરી યોજના, બેટી બચવો બેટી પાવો, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, સ્વધાર ગૃહ, મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેંટર, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 181 અભયમ હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેંન્ટરની જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ આણંદના સેક્રેટરી એ.એમ. પાટડીયાએ,ડી.વાય.એસ.પી પટેલ, સીનીયર એડવોકેટ નીતાબેન પટેલ, તાલીમાર્થીઓ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, સ્વધારગૃહ સખી વન સ્ટોપ સેંટર અને પીએલવી સ્ટાફ, ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...