પરીક્ષા મોકૂફ:SP યુનિ.માં સ્નાતક કક્ષાની સેમિસ્ટર 1ની પરીક્ષા મોકૂફ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નવેમ્બર/ ડિસેમ્બરમાં યોજાનાર સ્નાતક કક્ષાના સેમિસ્ટર 1ની પરીક્ષા મોકૂફ રખાઇ છે. અધ્યાપકોને ચૂંટણીલક્ષી કામગીરીને લઈ પરીક્ષા ચૂંટણીના પરિણામબાદ યોજાય તેવો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરાયો છે.

ગુરુવારે 10મી નવેમ્બરે યુનિવર્સિટી દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની સ્નાતક કક્ષાની સેમિસ્ટર 1ની પરીક્ષા મોકૂફ રખાઇ હોવાની તમામ કૉલેજો અને સંસ્થાઓને જાણ કરાઈ હતી. સ્નાતક કક્ષાની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષા 19મી નવેમ્બરથી યોજાવાની હતી. પરંતુ અધ્યાપકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપાઈ હોવાને કારણે પરીક્ષા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ યોજાશે તેમ યુનિ.ના સત્તાધીશો દ્વારા જણાવાયું હતું. નોંધનીય છે કે સેમિસ્ટર 3 અને 5ની પરીક્ષા પૂરી થશે.

અન્ય સમાચારો પણ છે...