ગૌરવ:હેપ્પીનેસ સૂચકાંકમાં ગુજરાતમાં એસપી યુનિવર્સિટીની પસંદગી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • હૈદ્રાબાદમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં નેશનલ યુનિકોર્ન એવોર્ડથી સન્માનિત કરાઈ

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીને હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ (HET) અને યુનિક એપ- યોર વન લાઈફ (YOL)ના સહયોગથી ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE)એ હૈદરાબાદમાં યોજાયેલાં એવોર્ડ સમારંભમાં નેશનલ યુનિકોર્ન એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.

હૈદરાબાદમાં કાન્હા શાંતિ વનમ ખાતે આયોજિત એવોર્ડ સમારોહના પ્રસંગે આ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશવ્યાપી શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટરો અને ટોચની સંસ્થાઓના વાઇસ ચાન્સેલરો સહિત શિક્ષણ વિભાગના 10,000થી વધુ પ્રતિભાગીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.

150થી વધુ દેશોમાંથી લાખો અન્ય લોકો વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાંથી વિવિધ કેમ્પસને સૌથી સુખી કેમ્પસ તરીકે માન્યતા આપવા માટે ઉપરોક્ત સંસ્થા દ્વારા વિવિધ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતાં. જેમાં ખાસ તો રોજગારી, ઈક્યુ, આઈક્યુ જોવામાં આવ્યા હતા.

આ વિવિધ માપદંડોમાં ફક્ત સરદાર પટેલ યુનિવર્સિટીને સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે ઉપરોક્ત ત્રણ સંસ્થાઓ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી સરદાર પટેલ યુનિવર્સિટીએ આ એવોર્ડ એનાયત થયો છે જે આનંદનો વિષય છે. ભવિષ્યમાં આ સંસ્થાઓ સાથે જોડાઈને નેશનલ હેપિનેસ યાત્રા ભારત અને ભારત બહારના કાર્યમાં સહભાગી થશે.

અન્ય સમાચારો પણ છે...