આણંદ હાઇસ્કૂલના શિક્ષકની એનસી ઈ આર ટી ભોપાલમાં તજજ્ઞ તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યાં તેઓ જુના વાદ્યો વિષે માહિતી આપશે. ગુજરાતના લોકવાદ્યોના પ્રોજેક્ટનું પુસ્તક પ્રકાશિત કરાશે. રાષ્ટ્રીય ક્ષેત્રીય શિક્ષા સંસ્થાન ભોપાલ સાહિત્ય, શિક્ષણ, કલા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અંગે કાર્ય કરતી શિક્ષણ સંસ્થા દ્વારા ગુજરાતના લોકવાદ્યો અંગે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના લોક વાદ્યો અને લોક કલાકારો અંગે વર્કશોપ કરી આવા લોકદ્યોની બનાવટ એની પ્રસ્તુતિ ક્યાં, ક્યારે અને કેવી રીતે થાય છે? તેનું દસ્તાવેજીકરણ કરી રહી છે. જેનું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવશે.
આ માટે ગુજરાત ભરમાંથી આ વિષયના વિવિધ તજજ્ઞોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતના લોકવાદ્યોના સંશોધક તરીકે આણંદ હાઈસ્કૂલના ભાષાશિક્ષક ડૉ. રાકેશ રાવતની પસંદગી કરવામાં આવી છે. ડૉ.રાકેશ રાવત ઉત્તર ગુજરાતના લોકવાદ્ય ‘દેશી ઢોલ’ને વગાડી છે તેમજ તેની બનાવટથી માંડીને સાંપ્રત સમયમાં તેની પ્રસ્તુતિ અંગે વિસ્તૃત ચર્ચા કરે છે. ગુજરાતમાંથી પસંદ થયેલા વિવિધ તજજ્ઞોમાં ડૉ.નૈષધ મકવાણા, ડૉ.રમેશ ચૌધરી, વાર્તાકાર રાઘવજી માધડ, ભરત અગ્રવાત સહિત અન્ય 25 લોકકલાકારો પોતાના લોકવાદ્યો સાથે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.