ભાસ્કર વિશેષ:આણંદમાં જિલ્લા કક્ષાએ 4-તાલુકા કક્ષાએ 14 શિક્ષકોની પસંદગી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી દ્વારા સન્માન કરાશે

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ રાજય-જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા.5મીના રોજ ઉજવવામાં આવતાં શિક્ષક દિન નિમિત્તે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષકોની પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે.

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે વર્ષ-2022ના જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2022 ના આણંદની શ્રેષ્ઠ શિક્ષક પસંદગી સમિતિના અધ્યક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેઓનું આગામી 5મીના રોજ મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી મનીષાબેન વકીલના હસ્તે સન્માનિત કરવામાં આવશે, તેમ આણંદના જિલ્લા શિક્ષણાધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે. શ્રેષ્ઠ શિક્ષક પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૨ અંતર્ગત જિલ્લા કક્ષાએ 4 શિક્ષકોની અને તાલુકા કક્ષાએ 14 શિક્ષકોની પસંદગી થવા પામી છે.

તદ્અનુસાર જે શિક્ષકોની જિલ્લા કક્ષાએ પસંદગી થવા પામી છે તેમાં પેટલાદની વાલ્મિકી પ્રાથમિક શાળાના રતનબેન કુબેરભાઇ પરમાર, બોરસદ તાલુકાના નાપા-તળપદની એકતાનગર પ્રાથમિક શાળાના એચટાટ આચાર્ય પંચાલ ભાનુપ્રસાદ કાંતિલાલ, પેટલાદ તાલુકાના નારની એલ.સી.પટેલ કન્યા વિદ્યાલયના માધ્યમિક વિભાગના નીતિનકુમાર પ્રાગજીભાઇ પીઠડિયા અને ખંભાતની એસ.ઝેડ.વાઘેલા હાઇસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના ડૉ. રઘુરામ બુધાલાલ લશ્કરીનો સમાવેશ થાય છે. તાલુકા કક્ષાએ જે 14 શિક્ષકોની પસંદગી થવા પામી છે. તેમાં તમામ શિક્ષકો પ્રાથમિક વિભાગના છે.

શાળામાં શિક્ષણ સહિતની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરી હતી
તારાપુરની ના.ત.પટેલ કુમાર શાળાના ભાવેશકુમાર મહેન્દ્રકુમાર ત્રિપાઠી, બોરસદ તાલુકાના દેદરડા ગામની પ્રાથમિક શાળાના હસમુખભાઇ કનુભાઇ પટેલ, આણંદ તાલુકાના ગામડી પ્રાથમિક કુમાર શાળાના અમીતકુમાર રમણલાલ પ્રજાપતિ, પેટલાદ તાલુકાના બાંધણી ગામની જેડવાપુરા પ્રાથમિક શાળાના પૌલોમી જેઠાભાઇ સોલંકી, સોજિત્રા તાલુકાના પાંચાલીપુરા ગામની પ્રાથમિક શાળાના નીતિનકુમાર રાવજીભાઇ પટેલ, આંકલાવની બ્રાંચ કન્યા શાળાના હર્ષિતકુમાર નરેશકુમાર પંડયા, બોરસદ તાલુકાના નાપા ગામની એકતાનગર પ્રાથમિક શાળાના કિરણકુમાર જેસંગભાઇ સોલંકી, પેટલાદ તાલુકાના વિરોલ(સી)ની પ્રાથમિક શાળાના પરમાર ઇલાબેન નારણભાઇ, ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડી ગામની પ્રાથમિક શાળાના શિતલબેન રમેશભાઇ મેકવાન, તારાપુર તાલુકાના તારાપુરની રાજવાવર્ગ પ્રાથમિક શાળાના જયદીપસિંહ લાખુભા ગોહિલ, આણંદ તાલુકાના લાંભવેલ ગામની પે સેન્ટર પ્રાથમિક શાળાના દિપ્તીબેન મનસુખલાલ ઘોડાસરા, ખંભાત તાલુકાના રાલેજ ગામની પ્રાથમિક શાળાના મોહંમદઅમીન મોહંમદઅનવર કોન્ટ્રાકટર, ઉમરેઠ તાલુકાના જાખલા ગામની પે સેન્ટર શાળાના ડૉ. સાગર દિલીપભાઇ અજમેરી અને ખંભાત તાલુકાના ખડોધી ગામની વસંતપુરા પ્રાથમિક શાળાના રીકીનકુમાર ડાહ્યાભાઇ પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...