ગ્રામ્ય સ્કૂલની અનેરી સિદ્ધિ:ગુજરાતમાંથી એક ત્ર પેટલાદની શાળા વિક્રમ સારાભાઈ સાયન્સ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન માટે પસંદ થઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટલાદના સિંહોલ સ્થિત એન. એલ. પટેલ શાળાની ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનમાં રૂચિ વધે તે હેતુથી રાજ્યમાંથી એકમાત્ર અને દેશમાંથી દસમા ક્રમાંકે પસંદગી થઈ છે. - Divya Bhaskar
પેટલાદના સિંહોલ સ્થિત એન. એલ. પટેલ શાળાની ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનમાં રૂચિ વધે તે હેતુથી રાજ્યમાંથી એકમાત્ર અને દેશમાંથી દસમા ક્રમાંકે પસંદગી થઈ છે.
  • સમગ્ર દેશમાંથી પસંદ થઈ હોય તેવી દસમાં નંબરની સ્કૂલ
  • સિંહોલની એન. એલ. પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાનને લગતા સાધનો પૂરા પડાશે

પેટલાદના સિંહોલ ગામ સ્થિત એન.એલ. પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વિક્રમ સારાભાઈ સાયન્સ ટેક્નો એન્ડ ઈનોવેશન સેન્ટર માટે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટીસ્ટ, ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશમાંથી દસમાં નંબરની સ્કૂલ તરીકે જ્યારે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સ્કૂલ તરીકે પસંદગી કરાઈ છે. આ માટે અત્યાર સુધી શાળાને અનેક સાધનો પૂરા પાડવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ પૂરા પાડવામાં આવશે. પ્રોજેક્ટનો ખાસ હેતુ એ જ છે કે ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનક્ષેત્રે સિદ્ધિ મેળવે.

આ શાળામાં અત્યાર સુધી 70થી વધુ જેટલાં સાધનો આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં અનેક સાધનો આપવામાં આવશે. જેમાં ખાસ તો મલ્ટીપર્પઝ વિધુત પરિપથ, ગ્રહણની સમજ આપતું મોડલ, સ્પેસ સ્ટ્રક્ચર, માઈક્રોસ્કોપ, ટેલિસ્કોપ, રોબોટ, વિન્ડ પાવર્ડ વ્કીકલ, સાદું સુક્ષ્મદર્શક યંત્ર સહિતના અનેક સાધનો આપવામાં આવ્યા છે. આ સેન્ટરનો અભિગમ એ છે કે વિદ્યાર્થીઓ જાતે જ પ્રયોગ કરે અને તે શીખે.

ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ આવે તે જ ઉદૃેશ
પ્રોજેક્ટ માટે સ્કૂલની પસંદગી થઈ છે તે આનંદની વાત છે. આ માટે શિક્ષકો વિદ્યાર્થીઓને જરૂરી ટ્રેનિંગ આપવામાં આવશે. સેન્ટરનો લાભ રાજ્યની અન્ય શાળાઓ પણ લઈ શકે તે હેતુસર તેવું વાતાવરણ ઊભું કરાશે. આ માટે સંસ્થાના ચેરમેન કે. જી. પટેલ દ્વારા વિદ્યાર્થીઓ, સંશોધકોના હિતમાં નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી શહેરની શાળાઓની જ આ પ્રકારના સેન્ટર માટે પસંદગી થતી હતી. પરંતુ રજૂઆતો બાદ શાળાની પસંદગી થઈ છે. આમ, વિજ્ઞાન ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ આગળ આવે તે જ ઉદૃેશ છે.> અલ્પેશ ભટ્ટ, પ્રિન્સીપાલ, એન.એલ. પટેલ સ્કુલ, સિંહોલ.

અન્ય સમાચારો પણ છે...