તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પસંદગી:આણંદ સી.ઝેડ.પટેલ કોલેજના છાત્રોની ટ્રેનિંગ માટે પસંદગી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના હોવા છતાં હોટલોએ પસંદ કર્યા

ન્યૂ વલ્લભવિદ્યાનગર સ્થિત સી.ઝેડ.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આણંદ ઉપરાંત મુંબઈ, વડોદરાની હોટલો દ્વારા ટ્રેનિંગ માટે પસંદગી થતા કોલેજ સ્ટાફમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સંલગ્ન બોર્ડ ઓફ સ્ટડીઝ હોટલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટની સી. ઝેડ પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના 14મી બેચના વિદ્યાર્થીઓની કોવિડ 19 સમયમાં ટ્રેનિંગ માટે પસંદગી કરાઈ છે.

કોલજ દ્વારા આયોજિત ટ્રેનિંગ માટેની ઓનલાઈન પસંદગી પ્રક્રિયામાં કુલ 45 વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, આણંદ ઉપરાંત, મુંબઈ, વડોદરા, ઉદેપુરની વિવિધ હોટલની ઈન્ટર્નશીપમાં વિદ્યાર્થીઓ નિયુક્ત થયા છે. ઈન્ટર્નશીપના સમય દરમિયાન વિદ્યાર્થીઓને માસિક રૂપિયા સાત હજારનું માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...