તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Seeing This .., Now I Am Healthy, On April 5, 2020, In Anand District, The First Coroner declared Palika Employee, Mukhtyar Khan, Bit His Experiences, Said With Complete Calmness ...

અમૂલ્ય શૂન્ય:આ જોઈ લ્યોં.., હવે હું સ્વસ્થ છું, આણંદ જિલ્લામાં 5 એપ્રિલ 2020ના રોજ પ્રથમ કોરોનાગ્રસ્ત જાહેર થયેલા પાલિકા કર્મચારી મુખત્યારખાને તેના અનુભવોને વાગોળ્યાં, પૂરી સ્વસ્થતાથી કહ્યું...

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 12 દિવસે જાણ થઈ હતી કે મને કોરોના થયો છે. સાજો થઈ ઘરે ગયો ત્યારે ભવ્ય સ્વાગત થયું, મારા નવજીવન માટે પરિવારજનો અને આરોગ્ય સ્ટાફનો અભારી

કોરોના…. હા હતો, હવે નથી. આ જોઈ લ્યોં.. હવે હું એકદમ સ્વસ્થ છું… આ શબ્દ છે આણંદ નગર પાલિકામાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા મુખત્યારખાન પઠાણના. કોવિડ-19ને પગલે જ્યારે સમગ્ર દેશમાં ફફડાટ હતો એ સમયે આણંદ જિલ્લામાં પ્રથમ વખત પાંચમી એપ્રિલ, 2020ના રોજ આણંદ શહેર પાસે આવેલા પાધરીયા વિસ્તારમાં રહેતા મુખત્યારખાન પઠાણ જિલ્લાના પ્રથમ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. સમગ્ર બાબત અંગે એ દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, એ દિવસ શનિવાર હતો. છેલ્લાં કેટલાંય સમયથી તાવ રહેતો હતો. પરંતુ દવા લીધા બાદ સારૂં થઈ જતું હતું.

એ પછી અચાનક તબિયત લથડતાં પ્રથમ આણંદની લાંભવેલ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ગયો અને ત્યાર બાદ ત્યાંથી વધુ સારવાર અર્થે મને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં રીફર કરાયો. સાચું કહું તો કોરોના શું છે એ જ મને ખબર નહોતી. હું હોસ્પિટલમાં પાંચમી એપ્રિલથી 25 એપ્રિલ સુધી સારવાર હેઠળ રહ્યો. પરંતુ 12 દિવસ બાદ મને જાણ થઈ કે, મને કોરોના છે. મોબાઈલ દ્વારા વિડિયો કોલ કરી પરિવારજનો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તેઓને બોરસદ ચોકડી પાસે ક્વોરેન્ટાઈન કર્યા છે. 25મી એપ્રિલે જ્યારે ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે, સમગ્ર વિસ્તારને વાંસળા મારી લોક કરાયો છે.

મારૂં ફૂલોથી સ્વાગત કરાયું હતું. મને કોરોના થયો એ જાણ્યા પછી થોડો ડર લાગ્યો પણ મજબૂત મનોબળથી હુ પરત ફર્યો છું. ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. સારવાર હેઠળ હતો ત્યારે હોસ્પિટલ સ્ટાફ, તબીબ તથા ખાસ તો આસપાસના સ્થાનિકોના સહયોગથી, મજબૂત મનોબળને પગલે આજે હું સ્વસ્થ છું અને સવારે દસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી સતત પાલિકામાં ફાયર બ્રિગેડ અને ટ્રાન્સપોર્ટના ડિપાર્ટમેન્ટ સંભાળું છું…

આણંદ જિલ્લામાં 517 દિવસબાદ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નહીં

 • સૌપ્રથમ કેસ 5મી એપ્રિલ 2020
 • સૌપ્રથમ મોત 18મી એપ્રિલ 2020
 • સૌપ્રથમ મોત 18મી એપ્રિલ 2020
 • 61 બાળકોઅે માતા-પિતા ગુમાવ્યા
 • સરકારી ચોપડે મૃત્યુનો આંક 49
 • સ્મશાનમાં નોંધ 735
અન્ય સમાચારો પણ છે...