હવામાન:ચરોતરમાં બીજા દિવસે હળવા વરસાદી ઝાપટાં

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંકલાવ-પેટલાદમાં અડધો ઇંચ વરસાદ

આણંદ-ખેડા જિલ્લામાં વાદળોની આવનજાવન વચ્ચે હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેમાં આણંદના આંકલાવ અને પેટલાદમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.જયારે ખેડા જિલ્લાનાતમામ તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે.આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમતાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે. પવની ઝડપ 10 કિમીની આસપાસ રહેશે.ભેજનું પ્રમાણ 80 ટકાની આસપાસ રહેશે. જો કે આગામી 6 અને 7 ઓગસ્ટના દિવસે મધ્મય વરસાદ વરસવાની સંભાવના છે.

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વાવણી કરેલા ચોમાસુ પાકમાં વરાપ થાય ત્યારે આંતરખેડ કરી નિંદામણ દૂર કરવા જણાવ્યું છે. તેમજ પાકની વચ્ચે પડેલાં ગામાને પૂરવાં માટે યોગ્ય સમય છે. આ ઉપરાંત, જીવાતો અને ઈયળના ઉપદ્રવ ન થાય તે માટે જરૂરી દવાનો છંટકાવ કરવા માટે સલાહ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...