ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા.5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે તા.10 નવેમ્બર 2022 થી તા. 17 નવેમ્બર 2022 સુધીમાં 154 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે અન્વયે આજે તા.18 ડિસેમ્બર 2022 ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થતા 32 ઉમેદવારી પત્રો રદ થયા હતા.
બોરસદ બેઠક પર 4 ઉમેદવારોના 5 ઉમેદવારી પત્રો રદ
મહત્વનું છે કે, રદ થયેલા ઉમેદવારી પત્રો પૈકી ખંભાત વિધાનસભા બેઠક પર 2 ઉમેદવારોના કુલ મળી 2 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં ભીખાભાઇ વેરીભાઇ પટેલ અને નવિનચંદ્ર ડાહયાભાઇ સોલંકીના 1-1 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જ્યારે બોરસદ વિધાનસભા બેઠક પર 4 ઉમેદવારોના કુલ મળી 5 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં નટવરસિંહ સરદારસિંહ મહિડાના 2 ઉમેદવારી પત્રો તેમજ હિતેશભાઇ રમેશભાઇ પટેલ, મોહનભાઇ જીકાભાઇ રાઠોડ અને બુધાભાઇ પુંજાભાઇ પરમારના 1-1 ઉમેદવારી પત્રો રદ થયા હતા.
આંકલાવ બેઠક પર 3 ઉમેદવારોના 7 ઉમેદવારી પત્રો રદ
આંકલાવ વિધાનસભા બેઠક પર 3 ઉમેદવારોના કુલ મળી 7 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં સંજયભાઇ હસમુખભાઇ પટેલના 2 ઉમેદવારી પત્રો, રાજકુંવરબા અમીતભાઇ ચાવડાના 4 ઉમેદવારી પત્રો અને જીતેન્દ્રભાઇ માધુભાઇ સોલંકીનું 1 ઉમેદવારી પત્ર રદ થયું હતું. જ્યારે ઉમરેઠ વિધાનસભા બેઠક પર 2 ઉમેદવારોના કુલ મળી 2 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં ભરતભાઇ સુરેશભાઇ પટેલ અને ઘનશ્યામભાઇ નટવરભાઇ દરજીના 1-1 ઉમેદવારી પત્રો રદ થયા હતા.
પેટલાદ બેઠક પર 4 ઉમેદવારી પત્રો રદ થયા
આણંદ વિધાનસભા બેઠક પર 3 ઉમેદવારોના કુલ મળી 4 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં મહેન્દ્રભાઇ સોઢા પરમારના 2 ઉમેદવારી પત્રો તેમજ નિતાબેન સોલંકી અને જશવંતભાઇ દેવાભાઇ સોલંકીના 1-1 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જ્યારે પેટલાદ વિધાનસભા બેઠક પર 4 ઉમેદવારોના કુલ મળી 4 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં વિજ્ઞાત્રીબેન બાબુભાઈ પટેલ, મનિષભાઈ ઠાકોર, અર્જુનભાઇ ભરવાડ અને શકીલ એહમદ શરીફમીયા મલેકના 1-1 ઉમેદવારી પત્રો રદ થયા હતા.
જિલ્લાની તમામ બેઠકો માટે કુલ 154 ઉમેદવારીપત્રો ભરાયા હતા
આ ઉપરાંત સોજીત્રા વિધાનસભા બેઠક પર 6 ઉમેદવારોના કુલ મળી 8 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં વિપુલકુમાર વિનુભાઇ પટેલ અને જગદિશભાઇ ભયજીભાઇ સોલંકીના 2-2 ઉમેદવારી પત્રો તેમજ વિજયસિંહ પુનમભાઇ પરમાર, વસંતભાઇ રામાભાઇ બારોટ, નરેન્દ્રસિંહ મહિડા અને યુવરાજસિંહ મહિપતસિંહ ગોહીલના 1-1 ઉમેદવારી પત્રો રદ થયા હતા. નોંધનીય છે કે, આણંદ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો માટે કુલ 154 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જે પૈકી આજ રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થતા આણંદ જિલ્લાની સાતેય બેઠક ઉપર 24 ઉમેદવારોના કુલ મળી 32 ઉમેદવારીપત્રો રદ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.