વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં બુધવારે એક દિવસીય સાયન્સ ફેર નું આયોજન કરાયું હતું જેમાં વિવિધ વિભાગોના સ્ટોલ પ્રદર્શનમાં રિસર્ચ વિવિધ સંસાધનો મુકાયા હતા. આ સાયન્સ ફેરમાં કેમેસ્ટ્રી વિભાગ, હોમ સાયન્સ, બિઝનેસ સ્ટડી વિભાગ,બાયો સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, સીસ્ટ ડિપાર્ટમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ, કમ્યુનિટી સાયન્સ સેન્ટર, ફિઝિક્સ તથા મટીરીયલ સાયન્સ જેવાં વિભાગોના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. સાયન્સના વિદ્યાર્થીઅોઅે વાઇન્ડ ટર્બાઇન રજુ કર્યું હતું. જેમાં હાઇવે પરથી પસાર થતાં વાહનોથી ઉર્જાનું ઉત્પાદન થાય છે.
યુનિવર્સિટીના બાયોસાયન્સ, કમ્પ્યુટર સાયન્સ તથા સીસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટોલ વિધાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાયો સાયન્સ વિભાગ દ્વારા ઝૂલોજી મ્યુઝિયમ તથા બોટનિકલ મ્યુઝિયમમાં રખાયેલ સ્પેસીસને પ્રદર્શનમાં મૂક્યું હતું. જેમાં દરિયાઈ ઘોડો ઝીંગા સ્ટાર ફિશ મધમાખીના ઈંડાથી લઈને મધમાખી મોટી થાય ત્યાં સુધીના સમય ગાળામાં તૈયાર થતી મધમાખી અને રાવણતાળનું ફળ, તલવાર સિંગ, ખીરસિંગ, જંગલી આમલી, ગરમાળાનું ફળ તથા કલ્પ વૃક્ષના ફળો અને તેનાં ઉપયોગોનો સમાવેશ થાય છે.
ડિપાર્ટમેન્ટની વાત કરીએ તેમાં વવાઈન્ડ ટરબાઇન, એન્સિયન્ટ ટાઈમ વોટર પ્યુરીફિકેશન સિસ્ટમ, ઇનવિઝિબલ ડાય અને ઇનવિઝિબલ ઇન્ક, તથા ધુમ્રપાનથી ફેફસાને કેટલા પ્રમાણમાં નુકસાન પહોંચે છે તેનો પણ એક પ્રોજેક્ટ બનાવીને પ્રદર્શનમાં મુકાયો હતો. જ્યારે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ચેટ જીટીપીએઆઇ મશીન લર્નિંગ તથા આયઓટી પર પોસ્ટર અને ડેમો દ્વારા પ્રદર્શન કરાયું હતું.
ફિઝિક્સ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો તેમાં વિવિધ પ્રકારના ટેલિસ્કોપ અને તેના ઉપયોગથી લેવામાં આવેલી અવકાશીય તસવીરોએ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારે કેમેસ્ટ્રી વિભાગ દ્વારા પાણીની લીલ માંથી બનતી મલ્ટી વિટામીનની દવા માટે લીલને કેવી રીતે સાચવવી જોઈએ તે તથા વપરાય ગયેલા સૂકા ફૂલોમાંથી અગરબત્તી ધૂપ બનાવવા અને કોબી અને બીટના ઉપયોગથી નેચરલ કલરના ઈન્ડીકેટર બનાવવા વિશે પ્રદર્શનમાં વિસ્તૃત સમજ અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.