તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજસ્થાનમાં વાલ્મિકી યુવાનની હત્યાના વિરોધમાં આણંદ કલેકટરને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આવેદનપત્ર અપાયું

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવેદનપત્રમાં હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરાઇ

રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન નામે કૃષ્ણા વાલ્મિકીની સાગર કુરેશી અને તેની ગેંગના વિધર્મી ગુંડાઓ દ્વારા બેરહેમીથી માર મારી હત્યા નિપજાવવાનો ઘૃણાસ્પદ બનાવ બન્યો છે. આ બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર વાલ્મિકી સમાજ આક્રોશીત છે. વળી આ મુદ્દો હવે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે આણંદ કલેકટરને અનુસૂચિત જાતિ મોરચા આવેદનપત્ર અપાયું છે.

રાજસ્થાન વાલ્મિકી યુવાનની હત્યાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ લાઠીચાર્જ કરીને ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા ગંભીર રૂપથી ઘાયલ કરવામાં આવ્યા છે. આ અત્યાચારના વિરોધમાં સમગ્ર રાજ્યમાં વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને પોતાની રજુઆત કરી રાજસ્થાન સરકાર સુધી પહોંચાડવી વાલ્મિકી સમાજના યુવકની હત્યા કરનારા હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરી છે.

વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમાં ગુજરાત રાજ્યના આણંદ જિલ્લા અનુસુચિત જાતિ મોરચોના મહામંત્રી ભુપેન્દ્ર સોલંકી (ગોકુલ) તથા મહામંત્રી જયંત મકવાણા સાથે પ્રમુખ મહેશ સોલંકી, રમેશ વકીલ, ઘનશ્યામ પ્રવિણભાઇ, મિથુન ભાવેશભાઈ, ભાવેશ વલેટવા અને રંગીતભાઈ સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...