શિયાળો આઈસોલેશનમાં: માવઠું સક્રિય:ચરોતર પંથકમાં અનેક સ્થળે છાંટા પડ્યા, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી

આણંદ/નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીના વાવેતર પર વ્યાપક અસરની ભીતિ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ખેડા અને આણંદ જિલ્લામાં છેલ્લા દોઢ માસમાં ચોથી વખત વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાના પગલે શિયાળુ પાક પર ખતરો તોળાઇ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બંને જિલ્લામાં અનેક ઠેકાણ હળ‌વા છાંટા વરસ્યા હતો તો હજુ 24 કલાક સુધી હળવા ઝાપટાં વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખેડા, કપડવંજ વિરપુર અને તારાપુર વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી છાંટાના પગલે ખેડૂતો ચિંતા વ્યાપી ગઇ છે. ભારે માવઠું થાય તો ઘઉં, કઠોળ અને બગાયતી પાકને નુકશાન થવાની સંભાવના છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ડૅા. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું હાલમાં પલટાયેલા વાતાવરણને પગલે શુક્રવારના રોજ કેટલાંક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. જયારે શનિવાર અને રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે. સોમવારથી વાદળો હટી જતાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

ગુરૂવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફુંકાતા દિવસના 11 વાગ્યા બાદ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.સામાન્ય વરસાદ થાય તો શાકભાજીના પાકના ઉતારાને સીધી અસર થશે. શાકભાજીના છોડ પર બેઠેલા ફુલો ગરી જતાં આગામી ચાર પાંચ દિવસ ઉતારો ઓછો જોવા મળશે. જયારે માવઠું થાય તો રાયડો, બટાકા, કેળ અને કઠોળના પાકને નુકસાન કરી શકે છે.આણંદ જિલ્લા કૃષિ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી, લઘુત્તમતાપમાન 19.03 ડિગ્રી અને 91 ટકા ભેજ સાથે 3.02ની ગતિએ પવન ફૂંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...