આણંદ જિલ્લામાં ઓનાલાઇન છેંતરપીડીનાબનાવો સતત વધી રહ્યાં છે.દિલ્હી સહિત પરપ્રાંતિ ટોળકીઓ જુદા જુદા નુશખા અપનાવીને ઓનલાઇન છેતરપીડી આચરીને લાખો રૂપિયા પડાવી લે છે. આણંદ સાયબર ક્રાઇમમાં દૈનિક ફરિયાદોમાં વધારો થઇ રહ્યો છે.પેટલાદમાં રહેતા એક યુવકને વોટ્સએપ અને ટેલિગ્રામ આઈડી ધારકોએ ઓનલાઇન ટાસ્ક આપી વળતરમાં નાણાં આપવાનું જણાવી ટુકડે ટુકડે રૂા.24150 ખાતામાં ભરાવી છેતરપિંડી કરી હતી.
પેટલાદ શહેરમાં સાંઈનાથ મંદિર રોડ સાઈનાથ પાર્કમાં રહેતા 28 વર્ષીય સાગરકુમાર ભુપેન્દ્રભાઈ પંજાબીને મોબાઈલ નંબર ધારક તેમજ ટેલિગ્રામ આઈડી ધારકોએ સાગરકુમાર પંજાબીને ઓનલાઇન ટાસ્ક આપી વળતરમાં નાણાં આપવાનુ જણાવી સાગરકુમાર પાસેથી અલગ અલગ સમયે ટુકડે ટુકડે રૂા.24,150 ભરાવી છેતરપિંડી કરી હતી.આ બનાવ અંગે સાગરકુમારની ફરિયાદ લઈ પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.