તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 22મી જૂને સ્પેશ્યલ કીડ્સ એકેડેમીનું ઉદ્દઘાટન

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશિષ્ટ બાળકોને વિના મૂલ્યે શિક્ષણ અને તાલીમ અપાશે

આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આર્યન સ્પેશિયલ કીડ્સ એકેડેમીનું 22મી જૂને ઉદ્દઘાટન કરાશે.જેમાં વિશિષ્ટ બાળકોને વિના મૂલ્યે શિક્ષણ અને તાલીમ અપાશે.તેમજ બાળકોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવા સાથે તેના વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. વિશિષ્ટ બાળકો જે સામાન્ય બાળક કરતા અલગ હોય છે તેઓને પણ શિક્ષણ અને રમતગમતમાં સામાન્ય બાળકો જેટલી તક અને સુવિધા મળવી જોઇએ.

જેથી ત્યારે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બી.એન.પટેલ દ્વારા સ્પેશિયલ કીડ્સ એકેડેમી શરૂ કરવા જઇ રહ્યા છે. જેમાં વિશિષ્ટ બાળકોને કોઇ પણ પ્રકારની ફી લીધા વિના એટલે વિના મૂલ્યે શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે. આ અંગે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બી.એન.પટેલે જણાવ્યું કે, પોતાની ઉંમરના સામાન્ય બાળકો કરતાં શારીરિક, માનસિક, સામાજિક તેમજ સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ પછાત રહેલા બાળકોને વિશિષ્ટ બાળક કહેવામાં આવે છે.

આ બાળકો પોતાના સમૂહથી અલગ હોય છે. તેમની વિકાસની ગતિ પણ જુદી હોય છે.આ બાબતોનું ધ્યાન રાખીને વિશિષ્ટ બાળકોને શિક્ષણ અને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણની સાથે સંગીત, ચિત્રકલા, રમતગમત વગેરેની તાલીમ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...