પોલીસની ઢીલી નીતિથી રોષ:સંજાયા પંચાયતે ચોરી મુદ્દે DSPને લેખિત રજૂઆત કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મશાન ગૃહમાં લોખંડ ચોરી કરનાર વ્યક્તિ સામે પોલીસની ઢીલી નીતિથી રોષ

પેટલાદ તાલુકાના સંજાયા ગામના સ્માશાનમાંથી લોખંડની ચોરી અને વોર્ટરવર્કસમાં પાઇપોની ચોરી થઇ ઘણો સમય થઇ ગયો છે.જે બાબતે મહેળાવ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા છતાં બીટ જમાદાર કે અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યોએ જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરીને ચોરીના બનાવવામાં સંડોવાયેલા તત્વોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પેટલાદ તાલુકાના સંજાયા ગામે આવેલા સ્માશાન માંથી લોખંડની ચોરી અને વોર્ટર વર્કસની પાઇપો લાઇનો ચોરાયે ઘણો સમય થઇ ગયો છે. તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા આજદિનસુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા મહેળાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા બીડ જમાદારને વારંવારને રજૂઆત કરી હોવા છતાં તેઓ તપાસ કરતાં નથી. ઢીલી નીતિ અપનાવી રહ્યાં છે. હજુ સુધી તસ્કરોને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. જેને લઇને સંજયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ એસ.સી.પરમાર અને ગ્રામ પંચાયતના સભ્યો ભેગા મળીને જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક લોખંડ અને પાઇપની ચોરી કરનાર તત્વોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...