તપાસ હાથ ધરાઈ:કોંગ્રેસ ધારાસભ્યના પુત્રે સામી ફરિયાદ નોંધાવી,અંધારીયા ચોકડી પાસે મારામારી થઈ હતી

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર પાસેની અંધારીયા ચોકડી પાસે બે દિવસ અગાઉ ઓવરટેક કરવા મુદ્દે આણંદ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારના બે પુત્ર અને તેમના ડ્રાઈવરે ઓવરટેક કરવા મુદૃે બાઈક પર જતાં મહિલા અને તેમના સંબંધીને માર માર્યો હતો. એ બનાવમાં પુત્રે સામે બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે આણંદ ગ્રામ્ય પોલીસે ક્રોસમાં ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

આણંદ પાસેના જિટોડીયા ગામે પેટ્રોલ પંપની બાજુમાં સાંઈપાર્ક ખાતે રહેતા ચંદુભાઈ ગલાભાઈ ગોહેલ ડ્રાઇવિંગ કરીને જીવન ગુજરાન ચલાવે છે. ચંદુભાઈ ગોહેલ બે દિવસ અગાઉ ગાડી લઈને વાંસખીલીયા ગામે રહેતા કોંગ્રેસના આણંદના ધારાસભ્ય કાંતીભાઈ સોઢાના બે પુત્રો રણજીત સોઢા અને મહેન્દ્ર સોઢા સાથે ગાડી લઈને અંધારીયા ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્યારે ઓવરટેક કરવા બાબતે વાંસખીલીયા ગામના જગદીશ રાવજી પટેલ સાથે ઝઘડો થયો હતો. ત્યારે જગદીશ રાવજી પટેલ અને કપિલા છગન ઠાકોરે ભેગા મળીને તેમને લાકડીથી માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...