તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેજીનો અણસાર:કોરોના કાળમાં અષાઢી બીજે વાહનોના વેચાણ 30%નો અને માલવાહક-ખેતીના વાહનોમાં માત્ર 10%નો ઘટાડો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે 610 ટુવ્હીલર અને 280 કારનું અંદાજિત વેચાણ ઃ માલવાહક અને ખેતીમાં વપરાતા 80 વાહનો વેચાયા

અષાઢી બીજ એટલે વણજોયું મર્હુત ગણાય છે. આ દિવસે લોકો મકાન, જમીન અને વાહનોની ખરીદી મોટા પ્રમાણમાં કરે છે. કોરોનાના કપરાકાળમાં આર્થિક મંદીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ચાલુ વર્ષે અષાઢી બીજે 2019ની સરખામણીમાં મોજશોખના વાહનોમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. અલબત્ત ગતવર્ષની તુલનામાં સારો વેપાર થયો છે.જેથી ઓટો ક્ષેત્રે ધીમે ધીમે ખરીદીના દ્વારા ખુલ્લી રહ્યાં હોવાથી વેપારીઓ અને એજન્સીઓમાં આનંદ છવાઇ ગયો છે.

છેલ્લા એક દાયકાની પરંપરા મુજબ અષાઢી બીજે વાહનોની ખરીદી મોટા પાયે થાય છે. 2019માં તમામ પ્રકારના વાહનો 1430 જેટલા વેચાયા હતા. 2020માં કોરોનાના કારણે ઓટોક્ષેત્રને ભારે માર પડયો હતો. નહીંવત ખરીદી થઇ હતી. તેની સરખામણીમાં સોમવારે અષાઢી બીજે આણંદ જિલ્લામાં નાના મોટા તમામ વાહનો મળીને 920 જેટલા વેચાયા છે.

ટુ-વ્હીલર અને ફોર વ્હીલર સાથે પેસેન્જર વાહનો અને ટ્રેકટરોનું વેચાણ થયું છે. વાહન વેચાણનું કામ કરતી એજન્સીઓના જણાવ્યા પ્રમાણે 2019 કરતાં વાહન ખરીદી ઓછી થઇ છે.પરંતુ અષાઢી બીજે આ વખતે 2020ની સરખામણીમાં સારુ વેચાણ થયું છે.આગામી દિવસો માર્કેટ પુનઃ ધમધમતુ થશે.

ટુ-વ્હીલર વાહનોમાં આશા કરતાં વધુ વેચાણ થયું
કોરોનાના કપરા સમયમાં લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા છે ત્યારે ટુ વ્હીલરનું વેચાણ ઓછુ થવાની ભીતી હતી. જો કે અષાઢી બીજે દરેક એજન્સી પર સરેરાશ સારૂ વેચાણ થયું છે. અમારે ત્યાં પણ ટુવ્હીલરના વેચાણમાં 20 ટકા વધુ ઉપાડ જોવા મળ્યો.> મનીષભાઇ, મેનેજર ટીવીએસ, આણંદ

માલવાહક અને પેસેન્જર વાહનોમાં સારૂ વેચાણ
દિવસ દરમિયાન પીકઅપ વાન 17 થી વધુ વેચાઇ , કારમાં 20 થી વધુ અને મોટાવાહન 15 વેચાયા છે.ટ્રેકટરમાં સરેરાશ સારુ વેચાણ થયું છે. ગતવર્ષ કરતાં અષાઢી બીજે વેચાણ સારૂ થતાં હવે ધંધો પાટા આવશે તેમ લાગી રહ્યું છે.> મતીનભાઇ, મેનેજર, એમ.એમ વ્હોરા કંપની, આણંદ

2019 કરતાં વેચાણ ઓછું થયું છે
2019ના વર્ષમાં ટુ-વ્હીલરનું વેચાણ વધુ થયું હતું. અષાઢી બીજે 850 થી વધુ વાહનો વેચાયા હતા. કોરોનાના કારણે આ વખતે વાહનો બહુ નહીં વેચાય તેવી સંભાવના હતી. તેમ છતાં સારૂ વેચાણ થયું છે. 610 આસપાસ જિલ્લામાં વાહન વેચાયા છે. આમ 2019ની સરખામણીમાં હાલ 30 ટકા જેટલુ ઓછું વેચાણ થયું છે.> મુસ્કીનભાઇ, મેનેજર રાજમોર્ટસ

અન્ય સમાચારો પણ છે...