કોરોના રિટર્ન્સ:માસ્કમાં 25-સેનેટાઇઝરમાં 10% વેચાણ વધ્યું

આણંદ/નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચરોતરમાં શરદી - ખાંસી અને મલ્ટી વીટામીન ટેબલેટના વેચાણમાં પણ નજીવો વધારો

કોરોના બીજી લહેરની સમાપ્તિ બાદ પરિસ્થિતિ થાળે પડી જતાં માસ્ક અને સેનેટાઇઝર સહિત તેના સંબંધી વસ્તુઓના વેચાણમાં ખાસો ઘટાડો નોંધાયો હતો પરંતુ છેલ્લા પંદર દિવસથી સંક્રમણે ઉપાડો લેતા ફરી પાછી આ વસ્તુઓના ધંધામાં તેજી આવી છી. આણંદ - ખેડા જિલ્લામાં પાંચ દિવસમાં 495 કેસ નોંધાયા છે. જેના પગલે જાગરૂકતા વધતા માસ્કના વેચાણમાં 25 ટકા અને સેનેટાઇઝરના વેચાણમાં 10 ટકાનો વધારો થયો છે. જયારે વિટામીન સહિતની દવાઓના વેચાણમાં સામાન્ય વધારો જોવા મળે છે.

આણંદ - નડિયાદ શહેરમાં થઇને 435થી વધુ દવાના સ્ટોર્સ આવેલા છે. ચરોતરમાં હોલસેલનો વેપાર કરતાં વેપારીઓના જણાવ્યા અનુસાર ડિસેમ્બર માસમાં એન-95 સહિત કંપનીના માસ્કના 640 જેટલા બોક્ષ વેચાતા હતા જ્યારે સામાન્ય માસ્કના 600 બોક્ષનું વેચાણ થતું હતું. આમ કંપનીના માસ્કનું વેચાણ 31000 હજાર જેટલું હતું જે છેલ્લા બે દિવસથી વધીને 43 હજાર આસપાસ થયું છે.

સેનેટાઇઝરના 5 લીટરના 200 કેનના વેચાણની સામે છેલ્લા બે દિવસથી 230 જેટલા કેન વેચાઇ રહ્યા છે. કેન 200 વેચાતા હતા.તે વધીને 230 આસપાસ વેચાઇ રહ્યાં છે. આ ઉપરાંત શરદી, ખાંસી જેવી બીમારી અને વિટામીનની ગોળીઓમાં નજીવો વધારો થયો છે.

4 માસથી ઘટાડો થયો હતો
આણંદ -ખેડા જિલ્લામાં હોલસેલમાં વ્યવસાય કરતા રોયલ એજન્સીના ભૂમિત પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં છેલ્લા ચારેક માસથી માસ્ક અને સેનેટાઇઝરના વેચાણમાં 40 ટકા ઉપરાંતનો ઘટાડો થયો હતો. જો કે બે દિવસથી ચોરોના કેસ વધી રહ્યાં હોવાથી માસ્કના વેચાણ 25 ટકા અને સેનેટાઇઝરના વેચાણમાં 10 ટકાનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...