ખંભાતમાં ભવિષ્યમાં શોભાયાત્રા નીકળે જ નહીં તેવા મનસુબા સાથે રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ખંભાતમાં પથ્થરમારાની ઘટનામાં મોતને ભેટેલ શ્રધ્ધાળુ મૃતક કનૈયાલાલ રાણાના શોકાતુર પરિવારને સાંત્વના આપવા રાજકીય,સામાજિક અને ધાર્મિક આગેવાનો સંતો અને મહંતો તેઓના ઘરે પહોંચી રહ્યા છે.જોકે પોલીસ પણ ખૂબ જ સતર્કતા અને સક્રિય રીતે આ ઘટનાના પ્રત્યેક પાસાની તપાસ કરી રહ્યા છે.
રામનવમી શોભાયાત્રા થયેલ પથ્થરમારામાં મૃત્યુ શરણ થયેલ વૃધ્ધ કનૈયાલાલ રાણાના પરિવારને સાંત્વના આપવા રાજકીય,સામાજિક અને ધાર્મિક આગેવાનો પહોંચી રહ્યા છે.ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ ,પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ ,આણંદના સાંસદ મિતેષ પટેલ સહિત ધાર્મિક સંસ્થાના આગેવાનો અને સંતો પણ આ કરુણ ઘટનામાં શોકાતુર પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા જેમાં વડતાલધામના નૌતમ સ્વામી અને અન્ય સંતોએ સ્વ.કનૈયાલાલ રાણાના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી અને આ લાગણી વ્યક્ત કરી હતી.દુઃખમાં સહભાગી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
આજે કનૈયાલાલ રાણાની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.જેમાં ગુજરાત સંત સંતો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં છગનબાપા મહારાજ,બાલેશાહ મંદિર, ખંભાત ,દામોદરદાસજી મહારાજ ,સંત સમિતિ મહામંત્રી રામજી મંદિર ,કરખર ,મોરારીદાસજી સંતરામ મંદિર કરમસદ ,અખિલ ભારત સંત સમિતિ પ્રમુખ,નૌતમદાસજી મહારાજ ,યોગીનાથજી મહારાજ ખેડા ,ધર્મનંદન સ્વામી ખંભાત સ્વામિનારાયણ મંદિર ઉપસ્થિત રહી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે તે માટે પણ સરકાર તરફે માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.