તપાસ:માતાને મળવા ગયેલી સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાતના કંસારી ગામમાં બનેલી ઘટના

ખંભાતના કંસારી ખાતે પંડ્યાનો ચરો આવાસ કોલોની વિસ્તારમાં 42 વર્ષીય રાજેશભાઈ ઉફે રાજુ કાળીદાસ રાઠોડ પોતાના પત્ની, બે સંતાનો સહિતના પરિવાર સાથે રહે છે. રાજેશભાઈના બે સંતાનો પૈકી મોટી દીકરી પલકબેન પોતાની માતા સાથે અકીકના કારખાનામાં જતી હતી. ગત 31મીના રોજ તેણી માતા કારખાનામાં ગયા હતા.

દરમિયાન, તેણીએ ઘરે હાજર પિતાને માતાને મળવા માટે જાવ છું તેમ કહીને ઘરેથી નીકળી હતી. દરમિયાન, સાંજે માતા ઘરે આવી ગયા બાદ પુત્રી ઘરે ન આવતાં પરિવારજનો િચંતાતુર બન્યા હતા. તેમણે સગા-સંબંધીઓ સહિત તેણીના મિત્રવર્તુળમાં તપાસ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હોતો. દરમિયાન, પિતાએ આ મામલે ખંભાત શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...