તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:હિરોઈન બનવા સગીરાએ ચીઠ્ઠી લખી ઘર છોડ્યું, પેટલાદ પોલીસે ધર્મજ પાસેથી ઝડપી લીધી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં રહેતી એક સગીરા પોતાના ઘરે ચિઠ્ઠી લખીને સુરત મહુવા બસમાં બેસીને નીકળી ગઈ હતી. પરિવારજનોને તેના ઘરમાંથી ચિઠ્ઠી મળી આવી હતી. ચિઠ્ઠીમાં તેણીએ એવો ઉલ્લેખ હતો કે તેને હિરોઈન બનવું છે અને તે મુંબઈ જઈ રહી છે. દરમિયાન પરિવારજનોએ તાત્કાલિક ભાવનગર પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નીકલ સોર્સ દ્વારા હાથ ધરેલી તપાસમાં સગીરા સુરત મહુવા બસમાં બેઠી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે પોલીસે તાત્કાલિક આણંદ જિલ્લા પોલીસનો સંપર્ક કર્યો હતો. મોબાઈલ લોકેશનના આધારે બસ પેટલાદ તાલુકાના ધર્મજ પાસે પહોંચી હોવાની જાણ થતાં જ તુરંત જ પેટલાદ પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પેટલાદ પોલીસે બસને ધર્મજ પાસે રોકીને સગીરાને હેમખેમ બચાવી તેના પરિવારજનોને સોંપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો