તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:એસ. પી. યુનિવર્સિટીમાં એલએલબીની પરીક્ષામાં એમસીક્યુના પ્રશ્ને વિદ્યાર્થીઓએ આંદોલન છેડયું ,સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે આગેવાની લીધી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટી સામે જ ઉપવાસ આંદોલન કરી વિરોધ નોંધાવ્યો

આણંદ માં એસ.પી.યુનિવર્સિટીમાંના એલએલબીના વિધાર્થીઓ પરીક્ષા પધ્ધતિને લઈ વિફર્યા છે.એલએલબીની ઓનલાઈન પરીક્ષામાં એમસીક્યુ પધ્ધતિએ લેવાના યુનિવર્સિટીના નિર્ણયે વિદ્યાર્થીઓમાં વિદ્રોહ ઉભો કર્યો છે. છેલ્લા ચારેક દિવસથી વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારે વિરોધ કરી યુનિવર્સિટીના નિર્ણયને પ્રભાવિત કરવા અને તેમાં બદલાવ કરવા માગણી કરી રહયા છે.જોકે હજુ કોઈ પરિણામ ન આવતા આજે સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિત ની આગેવાની વિધાર્થીઓએ આંદોલન છેડ્યું હતું.પાંચ વિધાર્થીઓ સાથે સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટી સામે જ ઉપવાસ આંદોલન કરી વિરોધ નોંધાવ્યો છે.વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે.જોકે પોલીસે તમામ ની અટકાયત કરી હતી.

આ અંગે સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આખું વર્ષ ઓનલાઈન તમામ ફેકલ્ટીમાં થીયરીકલ અભ્યાસ કરાવવામાં આવ્યો છે. તેની સામે વાર્ષિક પરીક્ષામાં થીયરીકલ પ્રશ્નોની જગ્યાએ ઓનલાઈન એમસીક્યુ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થવાની પણ સંભાવના છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ. પી. યુનિવર્સિટીના કુલપતિ સહિત સ્થાનિક રાજકીય નેતાઓને પણ રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા આખરે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું તેમ છતાં કોઈ નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં મોટું આંદોલન કરવામાં આવશે.

આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.શિરીષ કુલકર્ણી એ વિદ્યાર્થીઓના વિરોધને ગેરવ્યાજબી અને અસ્થાને ગણાવ્યો હતો. રાજ્યના એસએસસી અને એચએસસી બોર્ડમાં પણ MCQ આધારિત પધ્ધતિ પરીક્ષામાં પ્રશ્નો હોય છે.તેમજ વિવિધ સ્પર્ધાત્મક અને વિવિધ સરકારી વિભાગોની ભરતી પરીક્ષામાં પણ આ પદ્ધતિ અમલી છે. મહત્વનું છે કે આ પ્રતીક ઉપવાસ દરમ્યાન સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિત અને યુનિવર્સિટી કુલપતિ ડો.શિરીષ કુલકર્ણી વચ્ચે તુતું મેમે થઈ હતી. જોકે પરમિશન વગર આ આંદોલન કરાયું હોઈ પોલીસે તમામ પાંચ ઉપવાસીની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...