ચરોતરમાં આણંદ જિલ્લામાં 2.59 લાખ હેકટર અને ખેડા જિલ્લામાં 2.70 લાખ હેકટર ખેતી લાયક જમીન છે. જેના થકી 4.75 લાખ પરિવારો ખેતી પર જીવનનિર્વાહ ચલાવે છે. 7 માસમાં ખાતરમાં ભાવ વધારાનો ચોથો ડોઝ અપાતા ચોમાસા પૂર્વે ખેડૂતોની કમર તૂટી ગઈ છે.
ફરી લદાયેલા ચોથા વધારા પાછળ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધતાં ખાતરનો ભાવ વધાર્યા હોવાનું દર્શાવાયું છે. જેમાં જરૂરીયાતવાળા પાંચ પ્રકારના ખાતરમાં 12થી લઈ 100 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે. એક હેકટરમાં સરેરાશ 10 થેલી ખાતર જોઈએ તે હિસાબે ચરોતરમાં 5.30 લાખ હેકટર જમીનમાં વાવણી કરતાં 4.75 લાખ ખેડૂતોના ખિસ્સા પર કરોડોનું ખાતર પડ્યું છે.
ચરોતરમાં ઉનાળુ વાવેતરમાં ખેડૂતોને જોઈએ તેવો ફાયદો ન થયો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યાં ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. જિલ્લામાં આ વર્ષે યુરિયા ખાતરના ભાવને બાદ કરતાં અન્ય ખાતરોમાં ભાવ વધારો ઝીંકાયો છે. ડીએપીમાં રૂ. 1200ને બદલે 1350 ભાવ થતાં 12 ટકા, એનપીકેમાં રૂ.1175ને બદલે રૂ. 1470 વધારો થતાં 25 ટકા, એમોનિયા સલ્ફેટ રૂ 656 વધીને રૂ 1100 થતાં 67 ટકા, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ(એએસપી)ના 995થી વધી રૂ 1325 થતાં 33 ટકા અને પોટાશમાં 850ની જગ્યાએ 1700 ભાવ થતાં 100 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના ખેડુતો મબલખ પાક ઉપજાવવા મજૂરી, ખેડાણ, દવા સાથે ખાતર પાછળ વધારાનો 40 ટકા ખર્ચ કરવો પડશે. જ્યારે ખેડૂતોને ચોમાસામાં ખાતરની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ વધારાથી બોજ પડશે.
બે વર્ષનું વાવેતર હેકટરમાં | ||
પાક | વર્ષ : 20-21 | વર્ષ : 21-22 |
ખરીફ | 238217 | 145005 |
રવિ | 75534 | 141676 |
ઉનાળુ | 56014 | 50263 |
સરકારે સબસીડી વધારતાં યુરીયાના ભાવ યથાવત રહ્યાં
છેલ્લા ઘણા મહિનાઓથી પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વળી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં રો મટીરીયલ રશિયાથી આવતા તેમજ ઈરાનમાં પ્રમાણમાં ન પહોંચતા તેની સીધી અસર ખાતરના ભાવમાં જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા સબસીડી વધારતા યુરીયાના ભાવ યથાવત જોવા મળી રહ્યાં છે.
આણંદ જિલ્લાના ખેડૂતોની સંખ્યા અને જમીન હેકટરમાં | ||
તાલુકો | ખેડૂત | જમીન(હે.) |
આણંદ | 46032 | 47105 |
આંકલાવ | 18201 | 19309 |
બોરસદ | 46445 | 48 210 |
ખંભાત | 28713 | 31455 |
પેટલાદ | 34369 | 38700 |
સોજીત્રા | 14,874 | 21315 |
તારાપુર | 16020 | 29200 |
ઉમરેઠ | 20586 | 24495 |
કુલ | 2,25,240 | 259,789 |
ખેડા જિલ્લાના ખેડૂતોની સંખ્યા અને જમીન હેકટરમાં | ||
તાલુકો | ખેડૂત | જમીન(હે.) |
કપડવંજ | 38754 | 52266 |
કઠલાલ | 27249 | 27734 |
મહેમદાવાદ | 30816 | 32280.29 |
ખેડા | 17056 | 21698.21 |
માતર | 24903 | 27969 |
નડિયાદ | 36541 | 25939 |
મહુધા | 19161 | 20463 |
ઠાસરા | 27225 | 34298 |
ગળતેશ્વર | 13636 | 16583 |
વસો | 14092 | 10,998 |
કુલ | 2,49,433 | 2,70,228 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.