આણંદ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. હાલમાં જિલ્લામાં એક પણ એકટીવ કેસ નથી. પરંતુ આણંદ જિલ્લાને અડીને આવેલા વડોદાર જિલ્લામાં કોરોના સંક્રમણે પુનઃ દેખા દીધા છે. એક સપ્તાહમાં નવા 37 કેસ નોંધાયા છે. તેના પગલે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં શરદી કે ખાસી સહિતના લક્ષણો ધરાવતા કેસ પીએચસી કે સીએચસી કેન્દ્રમાં આવે અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે.
તેમજ દર્દીને જરૂરી દવાઓ વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત પીએચસી કેન્દ્ર દ્વારા જે તે વિસ્તારમાં બિમારીના કેસ જોવા મળે તો સરવે કરવામાં આવી રહ્યાં છે.આણંદ જિલ્લા છેલ્લા સવા બે વર્ષમાં 15461 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. તેની સામે 15409 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે માત્ર 52 દર્દીઓના મોત નિપજયાં છે. આણંદ જિલ્લામાં છેલ્લા બે માસથી કોરોના સંક્રમણ મંદ પડયું છે. માર્ચ માસમાં 31 દિવસમાં માત્ર 20 કેસ નોંધાયા હતા. જયારે એપ્રિલમાં માસમાં 3 કેસ નોંધાયા છે.
હાલમાં વડોદરા જિલ્લામાં એક સપ્તાહથી કોરોના નવા કેસ મળી રહ્યાં છે.ત્યારે તેની તકેદારીના ભાગરૂપે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ પીએચસી કેન્દ્રના ડોકટરો અને સ્ટાફને સાવચેત કર્યા છે.તેમજ કોઇ શંકાસ્પદ દર્દી મળે તોતેનો તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા જણાવ્યું છે.
હાલમાં જિલ્લામાં રોજના 50થી વધુ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.એક સપ્તાહમાં 12 હજાર લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આણંદ જિલ્લામાં અત્યાર સુધી પ્રથમ ડોઝ 18.82 લાખ જ્યારે બીજો ડોઝ 18 લાખ લોકોએ લીધો છે. પ્રિકોશને ડોઝ 1.05 લાખ લોકોને આપવામાં આવ્યો છે. હાલ જિલ્લાના તમામ PHC કોન્દ્ર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.