તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આણંદમાં એસ.પી.યુનિવર્સિટી ખાતે આરટીપીસીઆર લેબ તૈયાર, સામાન્ય જનતાને 700 રૂપિયા ચુકવવા પડશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે રીપોર્ટ આવતા બે થી ત્રણ દિવસ થતા તે રીપોર્ટ હવે એક જ દિવસમાં મળશે

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ સ્પોટર્સ સંકુલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની લેબનો ઠરાવ સિન્ડીકેટ સભાની અંદર મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેબને તૈયાર કરી દેવામાં આવી છે. હાલના તબક્કે આઈસીએમઆર દ્વારા મંજુરી પણ મેળવી દેવામાં આવી છે. જેથી હવે મંગળવારથી લેબને સંપૂર્ણ પણે કાર્યરત કરવા આવશે.

કાલથી RT-PCR ટેસ્ટિંગ સેમ્પલ કલેક્શન શરૂ કરાશે

યુનિવર્સિટી દ્વારા જણાવ્યા મુજબ આવતીકાલે મંગળવારથી સવારે 8 થી 10 કલાક દરમિયાન યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ખાતે થી RT-PCR ટેસ્ટિંગ સેમ્પલ કલેક્શન શરૂ કરાશે. કોરોનાના કપરા કાળમાં કોરોના ટેસ્ટ માટે નાગરિકોને વિવિધ સરકારી દવાખાનાના ધક્કા ખાવા પડતા હતા. ટેસ્ટિંગ કીટ હોય તો ટેસ્ટ થાય અન્યથા અસરગ્રસ્તને દુઃખ વેઠી બીજા દિવસની રાહ જોઈ બેસી રહેવું પડતું હતુ.

જીલ્લામાં એક પણ આરટીપીસીઆરની લેબોરેટરી નથી

આ દરમ્યાન કોરોના લક્ષણો ધરાવતો વ્યક્તિ અન્યને પણ સંક્રમિત કરી દેતો હોય છે. આણંદ જીલ્લામાં એક પણ આરટીપીસીઆરની લેબોરેટરી નથી. જેથી આ ટેસ્ટ અમદાવાદ મોકલવામાં અવતા જ્યાં 48 કલાકે ટેસ્ટ રિપોર્ટ આવતા હોય છે. આ સઘળી પળોજણમાંથી હવે આણંદવાસીઓને મુક્તિ મળશે. એસ.પી. યુનિવર્સિટી દ્વારા મંગળવારે RTPCR ટેસ્ટિંગ લેબોરેટરી લોકો માટે ખુલ્લી મુકાશે અને જે રીપોર્ટ આવતા બે થી ત્રણ દિવસ થતા હતા. તે રીપોર્ટ હવે એક જ દિવસમાં મળશે.

આણંદ ખાતે ચાર કોલેજોમાં આરટીપીસીઆર લેબોરેટરી ચાલુ કર્યાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એક પણ કોલેજમાં આરટીપીસીઆરનું ટેસ્ટીંગ ચાલુ કરવામાં આવ્યું નથી. જ્યારે એસ.પી.યુનિવર્સિટી દ્વારા આ લેબોરેટરી ચાલુ થવાથી આણંદમાં પ્રથમ લેબોરેટરી મળશે. અહીં આ લેબમાં સરકારી અને પ્રાઈવેટ આરટીપીસીઆર ટેસ્ટ થશે.

ટેસ્ટની કિંમત રૂ.700 હશે : ડૉ. શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર

આ બાબતે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ધારા-ધોરણ મુજબ જ સામાન્ય જનતા માટે RT-PCR લેબમાં ટેસ્ટિંગ ચાર્જ રૂ. 700 લેવામાં આવશે. યુનિવર્સિટી સંચાલિત અનુસ્નાતક, બી.એડ. કોલેજ તથા વહીવટી, સર્વિસીસ વિભાગોમાં કાર્યરત તમામ પ્રકારના કર્મચારીઓ માટે રૂ. 350 ટેસ્ટિંગ ચાર્જ અને યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના ફક્ત હાલના (PG Students & B.Ed. Students) વિદ્યાર્થીઓ માટે પણ રૂ. 350 ટેસ્ટિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જે વ્યક્તિને RT-PCR ટેસ્ટિંગ કરાવવાનું હોય તેના આધારકાર્ડની ફોટોકોપી ફરજીયાત જમા કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...