તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:RTO કચેરી સર્વર ખોરવાતા કામગીરી ઠપ્પ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરટીઓ સર્વર ખોરવાઈ જતાં ફિટનેશ માટે આવતા વાહન માલિકોને લાઈનોમાં બેસી લહેવાનો વારો આવ્યો હતો. - Divya Bhaskar
આરટીઓ સર્વર ખોરવાઈ જતાં ફિટનેશ માટે આવતા વાહન માલિકોને લાઈનોમાં બેસી લહેવાનો વારો આવ્યો હતો.
  • વારંવાર સર્વર સિસ્ટમ ખોરવાતા દૂરદૂરથી આવતા અરજદારોને હાલાકી

આણંદ જિલ્લા આરટીઓ કચેરીને બેડવા ખાતે ખસેડીને અતિ આધુનિક સીસ્ટમથી સજજ કરવામાં આવી છે.ત્યારે કોરોના કેસ ઘટાડો થતાં રાજય સરકારે કચેરીમાં 100 ટકા સ્ટાફની સાથે આરટીઓ કચેરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.પરંતુ સોમવારે બીએસએનએલના વાયરો ચિખોદરા પાસે તુટી જતાં આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન હોવાથી ફિટનેસ,લાયસન્સ રીન્યુ સહિતની કામગીરી ઠપ્પ થઇ જતાં કર્મચારીઓને વીલા મોઢે બેસી રહેવાનો વખત આવ્યો હતો. જો કે લાયસન્સ ધારકોને 130 જેટલી એપાઇમેન્ટ આપી હોવાથી સર્વર ડાઉનના લીધે ધરમધક્કો ખાવાનો વખત આવ્યો હતો. આખરે એઆરીટીઓએ આણંદ ખેડા જિલ્લા ટેલીફોન કચેરીમાં ફરિયાદ કરાઇ હતી.

આણંદ સેવાસદનમાં જૂની કચેરી ખસેડીને બેડવા ખાતે નવી કચેરી લઇ જવામાં આવી છે.પરંતુ વારંવાર બીએસએનએલના વાયર તુટી જતાં હોવાના બનાવો થતાં હોય છે. આખરે કચેરીમાં કાચા લાયસન્સ,પાકુ લાયસન્સ,વાહન પાર્સીગ સહિતની તમામ કામગીરી બંધ રાખવાનો વારો આવતો હોય છે. જો કે બીજી તરફ રાજય સરકાર દ્વારા ડીઝીટલ ઇન્ડિયા અંતર્ગત ઘરે બેઠા લાયસન્સ મળી રહેશે તેવા બણગા ફુકવામાં આવતાં હોય છે. આણંદ આરટીઓ કચેરીમાં વારંવાર સર્વર ખોરવાઇ જતાં વાહન ટેસ્ટ ઓફ લાઇન લેવામાં આવી રહ્યો છે.જેના પગલે વડોદરા અમદાવાદ સુધી અરજદારો આણંદ લાયસન્સ કઢાવવા માટે મોટીસંખ્યામાં ઉમટી પડતાં હોય છે.

આણંદ ખેડા BSNLની વડી કચેરી લેખિતમાં જણ કરાઇ
આણંદ આરટીઓ કચેરીમાં સર્વર સીસ્ટમ સોમવારે બંધ હોવાથી એક પણ કામગીર થઇ ન હતી.જો કે આ બાબતે બીએસએનએલ વિભાગને લેખિતમાં જણ કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. આમ છતાં પણ સોમવારે આણંદ ખેડા બીએસએનએલની વડી કચેરી લેખિતમાં જણ કરાઇ હતી. > આર.પી .દાણી એઆરટીઓ આણંદ

અન્ય સમાચારો પણ છે...