તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકભાજીના ભાવ પણ તળિયે:પર્વ ટાણે રૂ. 30 થી 100ના કિલો વેચાયેલા શાકભાજીનો ભાવ ગગડીને રૂ. 20 થી 50

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ મોટી શાક માર્કેટમાં શાકભાજીનું વેપારીઓ દ્વારા વહેલી સવારથી વેચાણ શરૂ કરી દેવામાં આવે છે. - Divya Bhaskar
આણંદ મોટી શાક માર્કેટમાં શાકભાજીનું વેપારીઓ દ્વારા વહેલી સવારથી વેચાણ શરૂ કરી દેવામાં આવે છે.
  • તહેવારોની વિદાય સાથે શાકભાજીના ભાવ પણ તળિયે

આણંદ જિલ્લામાં ઓગસ્ટની શરૂઆતમાં વરસાદના અભાવે શાકભાજીના ઉંચકાયેલા ભાવ જન્માષ્ટમીના તહેવારો સુધી યથાવત રહ્યા હતા પરંતુ તહેવારોની વિદાય સાથે ભાવ ગગડ્યા છે. હોલસેલ માર્કેટમાં તુવેર સિવાયના શાકભાજી રૂા 2 થી 30 કિલો વેચાય છે. જયારે આણંદના રીટેલ શાકમાર્કેટમાં આ શાકભાજી 20 થી 50 કિલો વેચાઇ રહી છે. જે અગાઉ 30 થી 100 રૂપિયે કિલો વેચાતી હતી.

આમ શાકભાજીની આવકમાં વધારો અને તહેવારો પૂરા થવાથી ડિમાન્ડ ઘટતા ભાવ ઓછા થયા છે. આણંદના હોલસેલ માર્કેટમાં ભીંડા માત્ર રૂા 4 .50 કિલો વેચાઇ રહ્યા છે. જયારે અન્ય શાકભાજી માં કિલો ભાવ ટામેટા ,કોબીજ, દુધી, રીંગણ, ભાવ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. બે દિવસ અગાઉ હોલસેલ માર્કેટ રૂા 15 થી 20 કિલો વેચાતુ શાક માત્ર રૂા 10થી નીચા ભાવે વેચાઇ રહ્યું છે.

એક માસમાં શાકભાજીના ભાવમાં થયેલી વધઘટ (કિલોના ભાવ)

શાકભાજીતા.2 ઓગસ્ટતા.30 ઓગસ્ટતા.2 સપ્ટે. સુધી
બટાકા101010
ડુંગરી201825
રીંગણ502510
ટામેટા402010
દૂધી20155
ગીલોડા604020
ભીંડા602010
ગવારસીંગ602015
ફલાવર604040
મરચાં403020
ભાજી808040
તુવેર120120100
પાપડી603020
ચોરી603030
કારેલા802015

વરસાદના પગલે આજે શાકભાજીની આવક વધતા ભાવ ઓછા થયા
આણંદ શહેરના સરદાર પટેલ શાકમાર્કેટમાં બે દિવસથી દૈનિક જરૂરીયાત કરતાં 4 થી 5 ટન વધુ માલ આવે છે. તેની સામે તહેવારોની સિઝન પુરી થતા માંગની સાથે ભાવ ઘટ્યાં છે. - મહેબુબમીયા મલેક, હોલસેલ વેપારી, સરદાર પટેલ શાકમાર્કેટ, આણંદ

અન્ય સમાચારો પણ છે...