ચોરી:વિદ્યાનગરના બંધ મકાનમાંથી રૂપિયા 60 હજાર મતાની ચોરી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે સોસાયટીમાં શુક્રવારે બપોરે તસ્કરો રૂા 60 હજારની ચોરી કરીને લઇ ગયા હતા.

વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે સુજનવન સોસાયટીમાં રહેતા વ્રજ મહેશભાઇ પટેલ રેડીમેડ કપડાનો ધંધો કરે છે. તેઓ શુક્રવાર સવારે 10 વાગ્યાના અરસામાં ઘર બંધ કરીને પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. તે તકનો લાભ લઇને તસ્કરોએ બપોરના સમયે તેમના બંધ મકાનના દરવાજાનું તાળુ ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં મુકેલા પેન્ટ શર્ટ, બ્લેઝર, ટી-શર્ટ સહિતના કપડા કિંમત રૂપિયા 60 હજારનાની ચોરી કરીને લઇને ગયા હતા. વ્રજ પટેલનો પરિવાર મોડી રાત્રે ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં ચોરી થયાનું માલુમ પડતા વ્રજ પટેલે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...