તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુચિકિત્સા મોંઘી થઇ:‘આરડા’ દ્વારા સામાન્ય વિઝિટના રૂ. 100ના 150, ઇમરજન્સીના 250ના 300 કરાયા, રૂ. 300 ઓપરેશન ફી નક્કી કરાઇ, મોટાભાગની સેવામાં રૂ. 50નો વધારો

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ, ખેડા, મહીસાગર જિલ્લામાં 6 લાખથી વધુ પશુપાલકો, 11 લાખથી વધુ દૂધાળા પશુ

અમૂલ સાથે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની 1200થી વધુ દૂધ મંડળીઓના 6 લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે. ત્રણેય જિલ્લામાં થઇને 11 લાખથી વધુ દૂધાળા પશુઓ છે. આ પશુઓને નજીવા દરે સારવાર માટે અમૂલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઇ છે. સંસ્થા દ્વારા પશુચિકિત્સકની વિઝિટના ચાર્જ સહિત લગભગ તમામ પ્રકારની સેવાઓમાં રૂ. 50 નો વધારો કરાયો છે. અત્યાર સુધી ડોક્ટરનો વિઝિટ ચાર્જ રૂ. 100 હતો તે વધારીને રૂ. 150 કરવામાં આવ્યો છે.

ઉપરાંત પશુચિકિત્સા સંબંધી ઇમરજન્સી વિઝિટ અને મરણોત્તર પ્રમાણપત્ર માટેની ફીમાં પણ રૂ. 50 નો વધારો કરવા ઉપરાંત ઓપરેશન ચાર્જ રૂ. 300 વસુલવાનું નક્કી કરાયું છે. આ વધારો 5 સપ્ટેમ્બરથી લાગુ કરાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ પંથકના પશુપાલકોના પશુ બીમાર પડે ત્યારે રાહત દરે સારવાર મળી રહે તે માટે વર્ષોથી અમૂલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન (આરડા) કાર્યરત છે. તેઓ દ્વારા વર્ષે દરમિયાન 1.20 લાખથી વધુ વિઝિટ કરીને પશુઓની સારવાર કરવામાં આવે છે.

ત્યારે હાલના સંજોગોમાં દવા, મોંઘવારી અને પેટ્રોલ ડિઝલના ભાવોમાં વધારાના કારણે સાત વર્ષ બાદ ચિકિત્સા સંબંધી ચાર્જમાં વધારો કરાયો છે. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 48 ટકા કુટુંબો પશુપાલન વ્યવસ્યા સાથે જોડાયેલા છે. 11 લાખથી વધુ દુધાળા પશુઓ ધરાવે છે. ત્યારે પશુબીમારી વખતે રાહત દરે સારવાર માટે અમૂલ દ્વારા સેવા શરૂ કરાઇ હતી. ત્રણેય જિલ્લામાં કોઇપણ ગામમાંથી વિઝીટ નોંધાવવામાં આવે તો ગમે તેટલુ અંતર વધારે કે ઓછો હોયતો પણ વિઝીટ ચાર્જ સિવાય અન્ય કોઇ ચાર્જ લેવામાં આવતો નથી.

વર્ષ દરમિયાન 1.25 લાખથી વધુ વિઝિટ
આરડા સાથે કુલ 120 વેટરનરી ડૉકટરો જોડાયેલા છે. સિઝન હોય તો માસિક 14 થી 15 હજાર અને બિન સિઝનમાં 7 થી 8 હજાર જેટલી વિઝિટ આવે છે. વર્ષે લગભગ 1.25 લાખ વિઝિટ નોંધાય છે. જેમાં પશુપાલકો પાસે સારવાર કે દવાનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. - ડૉ એ.પી.ચૌહાણ , વેટરનરી વિભાગ આણંદ

આરડા દ્વારા કરવામાં આવેલો ભાવવધારો

વિગતજૂના દરનવા દર
સામાન્ય વિઝીટ100150
ઇમરજન્સી વિઝીટ250300

મરણોતર પ્રમાણ પત્ર આપવા માટે

100150
ઓપરેશન ફી-----300

બિન સભાસદો માટે વિઝીટ ચાર્જ

300300
અન્ય સમાચારો પણ છે...