તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ વધારો:સીએનજીમાં કિલોએ રૂ 1નો વધારો : 41 હજાર વાહન માલિકોના ખિસ્સાં ખંખેરાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચરોતર ગેસ મંડળીના પંપ પર મધ્યરાત્રીથી ભાવ વધારો લાગુ

પેટ્રોલ- ડીઝલના છેલ્લા ચારેક માસથી ભાવ વધીને લીટરે રૂ. 100ની નજીક પહોંચ્યા છે ત્યારે વાહનમાલિકો ઇંધણના સસ્તા વિકલ્પ માટે સીએનજી તરફ વળ્યા છે ત્યારે હવે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ. 1નો વધારો થયો છે. ચરોતરના ગેસના પ્રતિ કિલો સીએનજીનો ભાવ રૂ. 53.50 હતો તે આજે ગુરુવારે મધ્યરાત્રીથી વધીને રૂ. 54.50 કરવામાં આવ્યો છે. દરમિયાન ખેડા જિલ્લામાં કાર્યરત જીએસપીસી દ્વારા પ્રતિ કિલો રૂ. 2 નો ભાવ વધારો અગાઉ લાગુ કરવામાં આવ્યો હતો. આમ આણંદ જિલ્લાના 40 હજાર ઉપરાંત સીએનજી વાહનચાલકોના માથે દૈનિક વધારાનો બોઝ ઝીંકાયો છે.

આણંદ જિલ્લામાં આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ 19561 સીએનજી રીક્ષા અને 20892 કાર મળી કુલ 40463 સીએનજી વાહનો રજીસ્ટર્ડ થયેલા છે. પેટ્રોલ - ડીઝલના ભાવ વધતા છેલ્લા એક માસમાં 300થી વધુ કારચાલકોએ રૂ. 40 થી 50 હજાર ખર્ચી પેટ્રોલમાંથી કાર સીએનજી કરાવી હતી. આમ વાહનમાલિકોને બેવડો માર પડી રહ્યો છે.

જિલ્લામાં ચરોતર ગેસના 11 મુખ્ય ગેસ સ્ટેશન
ચરોતર ગેસ સહકારી મંડળીના ડીજીએમ રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કુલ 11 જેટલા સીએનજી ગેસ સ્ટેશન આવેલા છે. ગેસમાં પ્રતિ કિલો રૂ. 1 નો કરાયેલો વધારો આજે ગુરૂવારે રાતના 12 વાગ્યાથી અમલ મુકવામાં આવશે.

રીક્ષાચાલકોને રોજનું રૂ. 10નું વધારાનું નુકસાન
આણંદ જિલ્લા રીક્ષા એસોસીએશનના પ્રમુખ ફિરોઝભાઇ વહોરાએ જણાવ્યું હતું કે, સીએનજી ભાવમાં 1 રૂપિયો વધતા રીક્ષા ચાલકને દૈનિક 10 રૂપિયાનો વધુ ખર્ચ ભોગવો પડશે.

અન્ય સમાચારો પણ છે...