વર્લ્ડ રેબિસ ડે:RRSA ફાઉન્ડેશન દ્વારા રખડતાં કૂતરાઓને હડકવાની રસી મુકવાનું અભિયાન, 600થી વધુ રખડતાં કુતરાને રસી મુકવામાં આવી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ-વિદ્યાનગરમાં રખડતાં કુતારાને વલ્ડ રેબિસ ડે નિમિત્તે RRSA ફાઉન્ડેશન દ્વારા ખાસ ઝુંબેશ હાથધરીને હડકવાની રસી મુકવામાં આવી છે. અત્યાર સુધી 600 વધુ રખડતા કુતરાને રસી મુકવામાં આવી છે.આગામી બે માસ સુધી ઝુબેશ ચાલુ રાખવામાં આવશે.

RRSA ફાઉન્ડેશન દ્વારા રખડતાં કુતરાને રસ્તા પરથી પકડી હડકવાની રસી મુકવા માટે ડોકટર સાથે ટીમ તૈનાત કરવામાં આવી છે.ખાસ કરીને રાત્રિના સમયે ટીમ દ્વારા રોડ પર રખડતાં કુતરાને પકડીને રસી મુકવામાં આવે છે.અત્યાર સુધી વિદ્યાનગર નાનાબજાર, મોટાબજાર અને આણંદ-વિદ્યાનગર રોડ પર રખડતાં કુતરાને રસી મુકવામાં આવી હતી.જે કુતરાને રસી મુકી હોય તેના શરીરે પીડા પટ્ટા મારવામાં આવ્યા છે. હડકવા એક ગંભીર રોગ છે.ખાલી એશિયા અને આફ્રિકામાં જ હડકવાના 95% કેસિસ જોવા મળે છે અને દર વર્ષે 59,000 લોકો હડકવાના કારણે મૃત્યુ પણ પામે છે. બહુંજ જરૂરી છે કે પોતાના પાળેલા અને રખડતા બધા જ કૂતરાઓને હડકવા વિરોધી રસી આપવી.

રખડતાં પશુઓની સારવાર માટે ફાઉન્ડેશન ટીમ સદાય તત્પર
આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં રખડતાં કુતરાની અને અન્ય પશુઓની સારવાર માટે RRSA ફાઉન્ડેશન ટીમ સદાય તત્પર રહે છે. ઘવાયેલા કોઇ પ્રાણી રસ્તા મળે તો તેને તાત્કાલિક સારવારઆપવામાં આવે છે. તેમજ જરૂર પડે પશુ દવાખાનામાં લઇ જવામાં આવે છે.કોઇ વ્યકિત કુતરા કે પ્રાણીને ક્રુરતાપૂર્વક જુલ્મ ગુજારે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...