કાર્યવાહી:કરમસદમાં લિફ્ટની રાહ જોઈ રહેલા વૃદ્ધાના અછોડાની લૂંટ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મિલેનિયમ હાઈટ્સ ફ્લેટમાં સમીસાંજે બનેલો બનાવ
  • ગઠિયો અછોડો આંચકી મોપેડ પર સાગરીત સાથે ભાગી છૂટ્યો

કરમસદમાં ફ્લેટની નીચે લિફ્ટની રાહ જોઈ રહેલાં વૃદ્ધાની 80 હજારની ચેન ખેંચી અજાણ્યો શખસ મોપેડ પર ફરાર થઈ ગયો હતો. દોઢ મહિનામાં આ પ્રકારની બીજી ઘટના બની છે. કરમસદ ગામે મિલેનિયમ હાઈટસ ખાતે 65 વર્ષીય અમૃતભાઈ ખીમજીભાઇ પટેલ પોતાના પત્ની સાથે રહે છે. બંને નિવૃત્ત છે. સોમવારે સાંજે દંપતિ પોતાનું મોપેડ લઈ જનતા ચોકડીએ શાકભાજી ખરીદવા ગયું હતું.

બાદમાં તેઓ સાડા પાંચ વાગ્યે પરત આવ્યા હતા. દરમિયાન, ચોથા માળે જવા માટે તેઓ લિફ્ટની રાહ જોઈ નીચે ઉભા હતા. ત્યારે અચાનક એક શખ્સ પાછળથી આવી ચઢ્યો હતો. જોકે, પતિ-પત્ની કંઈ વિચારે તે પહેલાં જ નર્મદાબેને પહેરેલાં ગળામાંથી બે તોલા વજનનો રૂપિયા 80 હજારનો સોનાનો દોરો તોડી લઈ બહાર રોડ ઉપર ઊભેલા તેના સાગરીતના મોપેડ પર બેસી બંને શખ્સો કરમસદ બાજુ ફરાર થઈ ગયા હતા.

અમૃતભાઈ પટેલના જણાવ્યા અનુસાર, અછોડો તોડનારો શખસ 20થી 22 વર્ષનો હતો. ઉંમરે પાતાળા બાંધાનો ઘઉંવર્ણો અને મોઢાં પર માસ્ક પહેર્યું હતું. તેણે કાળા રંગનું પેન્ટ અને ઓફ વ્હાઈટ શર્ટ પહેર્યું હતું. જોકે, એક્ટીવાનો નંબર તેઓ જોઈ શક્યા નહોતા. પોલીસે ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...