ચડ્ડી બનિયન ધારી ટોળકી ત્રાટકી:બોરસદની હનીફા સ્કૂલમાં લૂંટારું ટોળકી ત્રાટકી : રૂા. 3 લાખની લૂંટ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સીસીટીવી ફૂટેજમાં પાંચ ચડ્ડી બનિયન ધારી નજરે પડ્યાં

બોરસદ ધુવારણ રોડ ઉપર હનીફા સ્કૂલમાં શુક્રવાર મોડીરાત્રે ચડ્ડી બનીયાન ધારી ટોળકી ત્રાટકી હતી. હનીફા સ્કુલના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી એકાઉન્ટ રૂમનું તાળું તોડી ડ્રોવર તોડી અંદર મુકેલા રોકડા રૂ.3,02,013/ રોકડ રકમની ચોરી કરી નાસી ગઈ હતી.

સવારના સમયે શાળાના આચાર્ય હરેન્દ્ર કલવીંગસીઞ હમદનદર સિંગને શાળાના શિક્ષકે ફોન કરીને ચોરી થયા બાબતની જાણ કરી હતી.બાદમા તેઓ એ આવી જોતા શાળાનું તાળું તૂટેલું હતું. તેઓએ અંદર જઈને તપાસ કરતા એકાઉન્ટ રૂમનું તાળું તૂટેલું હતું અને ડોવરમાંથી રોકડા રૂ. 3,02,013/ ની ચોરી થઈ હતી. આ ઘટનાને લઈને લોકો ભેગા થઈ ગયા હતા.

શાળાના આચાર્ય હરેન્દ્ર ઘીલ્લોને આ બાબતની જાણ બોરસદ શહેર પોલીસને કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સીસીટીવી કેમેરા ના ફૂટેજ મેળવી તપાસ કરતા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં રાત્રિના સમયે પાંચ ચડ્ડી બનીયન ધારી પાંચ ઈસમો સ્કુલનો એકાઉન્ટ રૂમનું તાળું તોડી ડોવરમાથી રોકડ રકમ ની ચોરી કરી લઈ જતા જોવા મળ્યા હતા.

જેથી પોલીસે સીસીટીવી કેમેરા ના ફૂટેજ મેળવી તેના આધારે તપાસ હાથ ધરી છે આ અંગે શાળાના આચાર્ય હરેન્દ્ર ઘીલ્લોને બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ બોરસદ હનીફા સ્કૂલમાં શુક્રવારના મોડી રાત્રિના સમય ત્રાટકેલી ચડ્ડી બનીયન ધારી ટોળકીમાં પાંચ ઇસમો હતા. જેઓએ મોઢા ઉપર કપડું બાંધી દીધુ હતું. પોલીસે સીસીટીવી કેમેરા ના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...