આણંદ શહેરમાં રખડી ગાયોનો પ્રશ્ન વર્ષોથી સતાવી રહ્યો છે. ત્રણ વર્ષમાં રખડી ગાયોને રાહદારીઓને અડફેટમાં લેવાના બનાવો વધી ગયા છે. બેના મોત નિપજયા છે. તેમજ શહેરના માર્ગો પર દબાણો હોવાથી ટ્રાફિકની સમસ્યા સહિત અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે.તેને ધ્યાને લઇને આણંદ રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં તાત્કાલિક શહેરમાં ગાયોનો પ્રશ્ન હલ કરવા તેમજ દબાણોદૂર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં શહેરના ગણેશ ચોકડી થી રેલવે સ્ટેશન પર દબાણો દૂર કરવા તથા જાહેરમાર્ગો રખડતાં ઢોરને કાબુ લેવા,જિલ્લામાં રસ્તાનું કામ ચાલુ હોય ત્યાં સાઇન બોર્ડ મુકવા સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વહેલીતકે કામગીરીનો તંત્ર દ્વારા અમલ કરવામાં આવે તેવી જિલ્લા વહીવટીતંત્રએ આદેશ કર્યા છે.
આણંદ જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યાં હોવાથી તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. આથી અકસ્માતો અટકાવવાના સાવચેતીના ભાગરૂપે જિલ્લા રોડસેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી.જેમાં જરૂરી નિર્ણય લેવામાં આવતાં સૌ પ્રથમ આંકલાવ કિંખલોડ રોડ પર ખાડા પુરાણ કરવા, શાળાઓમાં ટીમવાન કાર્યક્રમનો ચર્ચા, , જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સ્પીડ બ્રેકર, ઝિબ્રા ક્રોસિંગના આછા થઇગયેલા પટ્ટાફરી પેઇન્ટકરવા ,જિલ્લામાં જયાંરસ્તાઓનું કામ હોય ત્યાં સાઇન બોર્ડ મુકવા જણાવ્યું હતું
આ અંગે આરટીઓઅધિકારી આર.પી.દાણીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં અકસ્માતના બનાવો અટકાવવા માટે જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી. અકસ્મતો અટકાવવા માટે જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે.
છેલ્લા છ માસથી રખડતા પશુઓ પકડવાની કામગીરી બંધ રહેતા નારાજગી
રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં આણંદ શહેરના માર્ગો પર રખડતા ઢોર પકડવાની કામગીરી થતી નહીં હોવાની ચર્ચા થતાં જિલ્લા કલેકટર અને આરટીઓ વિભાગ આ કામગીરી સત્વરે હાથધરવા માટે પાલિકાને તાકીદ કરવાની સુચના આપી છે. રોડ સેફટીના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા જણાવ્યું છે.
શૈક્ષણિક સંસ્થાઓના વાહનોની માહિતી એકત્ર કરવા સૂચના આપી
શૈક્ષણિક સંસ્થાઓમાંથી તેમના વાહનોની માહિતી અને દસ્તાવેજોની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યાછે.જેનો વહેલીતકે અમલીકરણ કરવામાં આવે તે માટે આરટીઓ અને પોલીસ વિભાગને જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.