નિર્ણય:આણંદ જિલ્લામાં CNGના ભાવ વધતા રીક્ષાચાલકો ભાડું વધારવાની વેતરણમાં : બેસતાવર્ષ પછી નિર્ણય

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિનિમમ ભાડું ~ 10 થી વધારી 18 કરવાની સંભાવના : જિલ્લામાં 12 હજારથી વધુ રીક્ષા

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડ્યા પરંતુ સીએનીજીના ભાવ ઘટાડવાને બદલે અસહ્ય વધારો ઝીંકતા સીએનજી સંચાલિત વાહનચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેવી જ રીતે રિક્ષાચાલકો માટે અગાઉના ભાડે પેસેન્જરની હેરફેર કરવું પણ ખૂબ મોંઘું પડી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં રિક્ષાચાલકોએ ભાડામાં વધારા અંગેની વિચારણા કરવા માટે લાભપાંચમ આસપાસ મીટીંગ બોલાવવાનું નક્કી કર્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)માં અગાઉ ઓછો ભાવ હોવાથી વાહનચાલકો પેટ્રોલ - ડિઝલના વાહનોના બદલે સીએનજી તરફ વળ્યા હતા. એક વર્ષમાં આણંદ જિલ્લામાં 1500થી વધુ સીએનજી રીક્ષાનો વધારો થયો હતો. હાલમાં આણંદ જિલ્લામાં 12000ની આસપાસ સીએનજી રીક્ષા છે. તેઓ દૈનિક રૂ. 200નો ગેસ પુરાવીને આખો દિવસ રીક્ષા ભાડે ફેરવીને રૂ. 200 થી 300 કમાતા હતા. પરંતુ સરકારે છેલ્લા દોઢ માસમાં ગેસના ભાવમાં રૂ. 10થી વધુનો વધારો કરતા રીક્ષાચાલકોની આવક ઘટી ગઇ છે.

આણંદ શહેરમાં 1500થી વધુ સીએનજી રીક્ષા ફરે છે. જિલ્લામાં ઘણા રીક્ષાચાલકો તો દિવસના રૂ. 200ના ભાડે રીક્ષા લાવીને ફેરવતા હોય છે. જેથી રીક્ષાનું ભાડું અને ગેસ મળીને 400 થી500 રૂપિયાનો ખર્ચ થાય છે જેની સામે દિવસ દરમિયાન રૂ. 700 થી 800 મળે છે. આમ દિવસમાં માંડ રૂ. 200થી 300 મળે છે. ઘરમાં ચારથી પાંચ સભ્યો હોય તો ઘર કેમ ચલાવવું તે પ્રશ્ન થઇ પડે છે.

લાભપાંચમ બાદ સંગઠનની બેઠક મળશે
સીએનજીમાં ચાર દિવસ પહેલા એક સાથે રૂપિયા પાંચનો વધારો થયો છે. આમ દોઢ માસમાં રૂ. 10 વધી ગયા છે. જેથી રીક્ષાચાલકોને પરવડતું નથી. રીક્ષાની દૈનિક આવકમાં ઘટાડો થતાં ઘર ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે. હાલમાં દિવાળીના તહેવારો હોવાથી લોકો હેરાન ન થાય તે માટે રીક્ષાચાલકો દિવાળી બાદ મીટીંગ કરીને ભાવવધારા અંગે વિચારણા કરશે. - ફિરોજભાઇ વ્હોરા, પ્રમુખ, રીક્ષા એસોશિએશન, આણંદ

સીએનજીના ભાવ વધતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું
સીએનજીના ભાવ વધતાં રીક્ષાચાલકોનું મળતર ઘટયું છે. પહેલા દૈનિક 400 આસપાસ મળતા તે ઘટીને 200 થી 300 રૂપિયા થઇ ગયા છે. અગાઉ 250 રૂપિયામાં આખો દિવસ રીક્ષા ફરે તેટલો ગેસ મળતો હતો. જે હવે 300 રૂપિયા મળે છે. જેથી મળતર ઘટયું છે. તો બીજી બાજુ મોંધવારી માઝા મુકી છે. જેથી બચત તેમાં ખર્ચાઇ જાય છે.તેવા સંજોગો ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. - સવજીભાઇ મારવાડી, રીક્ષાચાલક, આણંદ

અન્ય સમાચારો પણ છે...