તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મોપેડની ડિક્કીમાંથી રોકડ ઉઠાવી ગઠિયો રફૂચક્કર

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન પાસે પાર્ક કરેલા મોપેડની ડિક્કીમાંથી ગઠિયાએ રૂપિયા 30 હજાર રોકડા મળી કુલ રૂપિયા 46 હજારની મત્તાની ચોરી કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આણંદ નજીક બાકરોલ વડતાલ રોડ ઉપર વિક્રમ ટાઉનશીપમાં ચિરાગભાઈ ઘનશ્યામભાઈ પટેલ રહે છે. તેમણે વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં ચાલવા માટે ગયા હતા.

દરમિયાન એ સમયે મેદાન પાસે પાર્ક કરેલા મોપેડની ડિક્કી કોઈ ગઠિયાએ ખોલી હતી. અને તેમાંથી મોબાઈલ ફોન, કારના ઈન્સ્યોરન્સના કાગળો તેમજ રોકડા રૂપિયા ત્રીસ હજાર મળી કુલ રૂપિયા 46 હજારની મત્તાની ચોરી કરી હતી. આ અંગેની જાણ તેમને થતાં તેમણે તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો ન મળતાં આખરે આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો