બેઠક:આણંદમાં ત્રિ-દિવસીય એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-2021ના આયોજન અર્થે સમીક્ષા બેઠક મળી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો-પશુપાલકોને માટે સહકારી માળખું કેવી રીતે લીડ કરી શકે તે અંગે ચર્ચા થઈ
  • ત્રિ-દિવસીય સેમીનારમાં ખેડૂતો માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ જેવા અનેક વિષયનો સમાવેશ કરાશે

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી ડિસેમ્બર માસમાં યોજવામાં આવનાર ત્રિ-દિવસીય એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -2021ના આયોજન અર્થે સમીક્ષા બેઠક મળી હતી. જેમાં રાજ્ય અને દેશભરના પ્રાકૃતિક ખેતી, ડેરી-સહકાર અને કૃષિ યુનિવર્સિટીને લગતા વિષયો, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ, ખેડૂતો માટે નવી ટેકનોલોજી જેવા વિષયનો સમાવેષ કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટીના સચિવ મનિષ ભારદ્વાજના અધ્યીક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2021 અન્વયે આગામી ડિસેમ્બર માસમાં જિલ્લામાં યોજવામાં આવનાર ત્રિ-દિવસીય એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -2021ના સુચારૂં આયોજન અર્થે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં તેની વિગત આપતા જણાવામાં આવ્યું હતું કે, આ વાઇબ્રન્ટ સમિટ 14, 15 અને 16 ડિસેમ્બર એમ ત્રિ-દિવસીય એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટર-2021 કૃષિ-સહકાર, પશુપાલન અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંયુકત ઉપક્રમે યોજવામા આવનાર છે.

આ ત્રિ-દિવસીય સેમિનાર દરમિયાન રાજ્ય અને દેશભરના પ્રાકૃતિક ખેતી સહિત ડેરી-સહકાર અને કૃષિ યુનિવર્સિટીને લગતા વિષયોને આવરી લઇને સઘન ચર્ચા કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના વડાઓ ભાગ લઇને વિવિધ વિષયો ઉપર ગહન ચર્ચા-વિચારણા કરશે. આ ઉપરાંત રાજ્યની તમામ યુનિવર્સિટીઓના વિભાગીય વડાઓ, કૃષિ-પશુપાલન ક્ષેત્રના અનુભવી કૃષિ ખેડૂતો-પશુપાલકો પણ હાજરી રહેશે.

આ અંગે મનિષ ભારદ્વાજે એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ વિષય પર યોજવામાં આવનાર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર અંગેની વિસ્તૃહત જાણકારી આપી હતી. સાથે સાથે આ સેમિનાર દરમિયાન ખેડૂતો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટેના વિષયોને પણ આવરી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં સહકાર સચિવ નલિન ઉપાધ્યાએ બેઠકમાં સહકાર વિભાગની ભૂમિકા રજૂ કરી હતી. જ્યારે બેઠકના પ્રારભે કલેક્ટર મનોજ દક્ષિણીએ સૌને આવકારી આણંદ ખાતે યોજાનાર ત્રિ-દિવસીય એગ્રી પ્રી-વાઇબ્રન્ટિ ગુજરાત ઇવેન્ટ-2021ની પૂર્વ ભૂમિકા બાંધી હતી. આ બેઠકમાં રાજ્યની આણંદ, નવસારી, જૂનાગઢ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કામઘેનુ યુનિવર્સિટીના કુલપતિઓ, ગુજરાત રાજય એગ્રો ઇન્ડટ્રીઝ કોર્પોરેશન, ખેતી નિયામક, બાગાયત નિયામક, પશુપાલન નિયામક, એન.ડી.ડી.બી., અમૂલ ડેરી, ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી વિવિધ મૌલિક અને રચનાત્મક ઉપાયો રજૂ કર્યા હતા.

એગ્રી પ્રી-વાઇબ્રન્ટમાં ખેડુતોને પાકની માર્કેટીંગ વિશે માહિતી આપવામાં આવશે

એગ્રી પ્રી-વાઇબ્રન્ટ બેઠક દરમિયાન સચિવએ કયા કયા પાકો લેવામાં આવી રહ્યા છે? તેનું સર્વે કરવાની સાથે વિસ્તારને સમજીને તેનું માર્કેટીંગ કરવામાં આવે, અલગ-અલગ ઉત્પાદન અનુકૂળ બજાર તંત્રને સમજવા, દરેક પાકોનું બેલેન્સ કરવું, પડકારોને ઝીલવા માટે શું કરવું જોઇએ, સરકાર સામેના પડકારો, કિંમતને કેવી રીતે રીયુઝ કરી શકાય, ખેડૂતો માટે પ્રોસેસીંગ સેન્ટરો ઉભા કરી શકાય, ખેડૂતો-પશુપાલકોને કેવી રીતે રીતે મદદરૂપ થઇ શકાય આ માટે સહકારી માળખું કેવી રીતે લીડ કરી શકે વિગેરે વિષયોને ત્રિ-દિવસીય સેમીનારમાં આવરી લેવામાં આવશે તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...