રોષ:ઉમરેઠ સીટ NCPને આપી કોંગ્રેસે પગ પર કુહાડી માર્યાનો બળાપો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 બસ ભરીને કોંગી કાર્યકરો અમદાવાદ પહોંચ્યા
  • ગઠબંધન તોડી કોંગ્રેસના દાવેદારને ટિકિટ આપવાની માગણી

કોંગ્રેસ દ્વારા એનસીપી સાથે ગઠબંધન કરાઇ ત્યાર માત્ર ઉમરેઠ બેઠક એનસીપીની ફાળવીને કોંગ્રેસના કાર્યકરોને અન્યાય કરવામાં તેવી લાગણી પ્રવર્તી રહી છે. ગત ટર્મમાં એનસીપીના ઉમેદવારને કારણે કોંગ્રેસ બેઠક ગુમાવી પડી હતી. જેથી ચાર લકઝરી બસો અને કારમાં 250 થી ઉમરેઠના નેતાઓ અને કાર્યકરોના કાફલોઅે અમદાવાદ કાર્યાલય ખાતે પહોંચીને કોંગ્રેસના પ્રદેશ સંગઠનના આગેવાને રજૂઆત કરી હતી.

તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો ટેલીફોનીક સંપર્ક કરીને એનસીપી સાથે ગઠબંધન તોડીને ઉમરેઠ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી હતી તેમ ઉમરેઠ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ગોપાલભાઇ ચાવડાએ જણાવ્યું હતું.પરંતું અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓએ તેમની વાત ધ્યાને લીધી ન હતી. દર વખતે NCPને બેઠક ફાળવીને અન્યાય કરાયો હોવાનો ઉમરેઠ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમર જોશી સહીત કાર્યકરોએ બળાપો ઠાલવ્યો હતો. કેટલાક કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ઉમરેઠના કોંગ્રેસના નેતાઓ સહિત 16ના રાજીનામાં
ઉમરેઠમાં NCPને બેઠક ફાળવી દેવામાં આવતાં કોંગ્રેસના દાવેદારોનું સ્વપ્ન રોળાયું હતું. જેથી તેઓએ અમદાવાદ ખાતે મોવડી મંડળમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં ભૃગુરાજસિંહ ચૌહાણ, કપિલાબેન ચાવડા, અમરભાઈ જોશી સહિત કોંગ્રેસના 16 કાર્યકરોએ રાજીનામાં આપી દેતાં રાજકીય ભૂંકપ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...