ધરપકડ:ખંભાતના ખટનાલમાં જમવાની તકરારમાં પરિણીતાની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણેક વર્ષથી તકરાર ચાલતી હોવાથી આરોપી યુવક તેના કાકાના ઘરે જ જમતો હતો
  • મહિલાની હત્યા કરી ભાગેલો જેઠ વડોદરાથી ઝડપાયો, 9મી સુધીના રિમાન્ડ મંજૂર

ખંભાત તાલુકાના ખટનાલમાં શનિવારે મધરાત્રે ખાટલામાં સૂઈ રહેલી પરિણીતાના માથામાં તીક્ષ્ણ હથિયારના જેઠે ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ બનાવ બાદ શખસ ફરાર થઈ ગયો હતો. જેને ખંભાત પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી આગામી 9મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મહત્વની બાબત એ છે કે, યુવકની પ્રાથમિક પૂછપરછમાં જમવા બાબતની તકરારમાં તેણીની હત્યા કરાયાની કબુલાત કરી છે.

ખટનાલ સ્થિત જીતપુરા મોભીયા સીમમાં રહેતા 25 વર્ષીય નીતિન લાલજીભાઈ ઠાકોરની પત્ની દક્ષાની શનિવારે રાત્રે જેઠ સંજય ઠાકોર દ્વારા કુહાડીના બેથી ત્રણ ઘા મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. આ બનાવની જાણ ખંભાત ગ્રામ્ય પોલીસને થતાં પોલીસે જેઠ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ટેક્નીકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવક વડોદરા હોવાની જાણ થતાં જ પોલીસે તેને વડોદરામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતાં જણાવ્યું હતું કે, મૃતક દક્ષા સાથે આરોપી સંજયને જમવા બાબતે ત્રણ વર્ષ અગાઉ તકરાર ચાલતી હતી. જેને કારણે તેને તેના કાકાના ઘરે જમવું પડતું હતું. એ વખતની તેને રીસ હતી. દરમિયાન, બનાવ બન્યો તેના બે દિવસ અગાઉ મૃતક તેમજ આરોપી વચ્ચે બોલા-ચાલી થઈ હતી. જેને કારણે મૃતક આ બાબતની રીસ રાખીને તેના પિયર જતા રહ્યા હતા.

દરમિયાન, જે દિવસે ઘટના બની એ જ દિવસે સાંજે તેઓ તેમની સાસરીમાં આવ્યા હતા. જ્યાં રાત્રિના દોઢેક વાગ્યે તેઓ ઘરમાં સુતા હતા ત્યારે આક્રોશમાં આવેલા શખસે પરિણીતાના માથાના ભાગે ઉપરા-છાપરી બેથી ત્રણ ધારદાર કુહાડીના ઘા મારી દીધા હતા. એ પછી ત્યાંથી નીકળી તેે બસમાં બેસી વડોદરા તરફ જતો રહ્યો હતો. પોલીસ દ્વારા ઘટનામાં વપરાયેલું હથિયાર કબજે લેવામાં આવ્યું છે અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા તથા ગુનાની અન્ય વિગતો મેળવવા આગામી નવમી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

બે વર્ષ અગાઉ થાંભલે બાંધી ખાવા-પીવાનું આપ્યું નહોતું
આરોપી યુવકની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી હકીકત એ પણ બહાર આવી હતી કે, આરોપી યુવકના સગા-વ્હાલાંઓએ બે વર્ષ અગાઉ ભેગા મળીને તેને થાંભલા સાથે બાંધી દીધો હતો. આખો દિવસ તેને ખાવા-પીવાનું ન આપી તેને માનસિક તેમજ શારીરીક રીતે હેરાન-પરેશાન કર્યો હતો. જેને પગલે એ વખતથી જ તેના મનમાં પરિવારજનો માટે રોષની લાગણી ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...