તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કોરોનામાં શાળાઓ બંધ છતાં શિક્ષણ કરના નામે વિદ્યાનગર પાલિકાની ઉઘાડી લૂંટ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ આવેદન પત્ર પાઠવી વેરા પાછા ખેંચવાની માંગ કરી

શિક્ષણ નગરી વિદ્યાનગરમાં શાળાઓ બંધ રહી હોવા છતાંય નગર પાલિકાએ જંગી શિક્ષણ ઉપકર વસુલવાની સાથે પાણી વેરાને બે અલગ અલગ રીતે વસુલ્યા છે. આમ કોરોનાકાળમાં નગરજનો પાસેથી ટેક્ષ પેટે વધુ રકમ ખંખેરવાનો ભાજપના સત્તાધિશોએ કારસો રચ્યો હોવાના આક્ષેપ સાથે શહેર કોગ્રેસે ટેક્ષમાં રાહત આપવાની માંગણી કરી હતી. જો માગણી નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

વિદ્યાનગર કોંગ્રેસ શહેર સમિતના પ્રમુખ ફકીરભાઇ મકવાણાં, જલ્પાબેન સહિતના આગેવાનોએ આવેદનપત્રમાં નોધ્યું હતું કે, પાલિકાએ માંગણા બિલમાં દર્શાવેલ કેટલાક વેરા ગેરકાયદે અને નગરજનોનું આર્થિક રીતે શોષણ કરવાની નિતી સમાન છે. જેમાં વર્ષ 2021-22ના માંગણાં બીલમાં સ્પે.વોટર ટેક્ષ રૂ 720 અને સામાન્ય પાણી વેરો રૂ 25 છે.

આમ પાણીની રકમ બે વખત વસુલવામાં આવી છે. છે. તેવી જ રીતે ચાલુ વર્ષે શાળાઓ બંધ રહી હોવા છતાંય શિક્ષણ ઉપકર વસુલવામાં આવી રહ્યો છે. આમ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, જો આ વધારો પાછો ખેચવામાં નહીં આવે તો આંદોલન કરીશું.

અન્ય સમાચારો પણ છે...