પરિવાર સાથે મેળાપ:માનસિક અસ્વસ્થ નડિયાદની મહિલાનું પરિવાર સાથે મિલન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં જવાનું કહીને નીકળેલી મહિલા સામરખા આવી પહોંચ્યા હતા

આણંદ ગ્રામ્ય પોલીસે માનસિક અસ્વસ્થ નડિયાદની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. મહિલા રવિવારે સવારે બજારમાં જવાનું કહીને નીકળ્યા બાદ મોડી સાંજે પગપાળા આણંદ સ્થિત સામરખા આવી પહોંચી હતી. જેને પેટ્રોલિંગ કરી રહેલી આણંદ ગ્રામ્ય પોલીસે જોતાં જ પૂછપરછ હાથ ધરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

આ અંગે વાત કરતા આણંદ ગ્રામ્ય પોલીસના પીએસઆઈ વિજયભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, સામરખા પોલીસ ચોકી પાસે પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે અજાણી મહિલા મળી આવી હતી. તેનું નામ-ઠામ પૂછતાં તે કંઈ વ્યવસ્થિત જવાબ આપતી નહોતી. દરમિયાન, તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણીએ તેનું નામ રતન શંકર પરમાર અને તેણી નડિયાદના રામદેવપીરવાળા ફળીયા સ્થિત મોટા ફળીયામાં રહેતી હોવાનું જણાવ્યું હતું.

વધુમાં રવિવારે સવારે તેણી બજારમાં જવાનું કહીને પગપાળા નીકળી ગઈ હતી. તુરંત જ અમે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેના પરિવારને બોલાવતાં સમગ્ર હકીકત ખુલી હતી. પરિવાર દ્વારા તે માનસિક અસ્વસ્થ હોય ઘરેથી નીકળી જતા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...