ભાસ્કર વિશેષ:આણંદમાં પિતાનું સંતાનો સાથે અને કિશોરોનું પરિવાર સાથે મિલન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નેપાળી બાળકનો વાલીવારસો સાથે મિલાપ - Divya Bhaskar
નેપાળી બાળકનો વાલીવારસો સાથે મિલાપ
  • રેલવે ચાઈલ્ડ હેલ્પ ડેસ્કની ટીમે સ્ટેશન પરથી બે બાળકોને બચાવી માતા-પિતાને સોંપ્યા

આણંદ રેલ્વે સ્ટેશન પર ઉતરપ્રદેશના લખનૌ થી નેપાળનો બાળક અને યુપીનો એક બાળક ત્રણેક દિવસ પહેલા આવી પહોંચ્યો હતો. આણંદ રેલવે ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક દ્વારા બાળકોનો સાથે કાઉન્સિલીંગ કરીને તેમના સરનામા મેળવીને માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું. ત્રીજા બનાવમાં ઘરે નીકળી ગયેલા પિતાનું પુત્ર સાથે મિલન કરાવતા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

યુપીના બાળકનો માતા-પિતા સાથે મેળાપ
આણંદ રેલવે સ્ટેશન પર ગુમસુમ બેઠેલા 12 વર્ષના બાળકની આણંદ રેલવે ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની ટીમે ઓળખ કરી ઉત્તરપ્રદેશના લખનૌમાં રહેતા તેના માતાપિતા સાથે મિલન કરાવ્યું હતું. આણંદ રેલવે ચાઇલ્ડ હેલ્પ ડેસ્કના કો-ઓર્ડિનેટર અંકિતા રોન્ઝાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા ઉત્તરપ્રદેશનો 12 વર્ષનો બાળક મળી આવ્યો હતો.

પરિવારજનોએ ઠપકો આપતા ઘર છોડીને રેલવે સ્ટેશન પર પહોંચી જઇને જુદી જુદી ટ્રેનમાં બેસી રેલવે સ્ટેશન ઉતરી જતો. 10મી આસપાસ આણંદ રેલવે સ્ટેશન ઉતરી ગયો હતો. તેને એકલો અટુલો જોઇને અમે લઇ આવ્યા હતા. એક કલાક સુધી કાઉન્સીંગ કર્યા બાદ તેના પિતા નામ સરનામું મળી જતાં યુપીની પોલીસનો મદદથી તેના પિતાને આણંદ બોલાવવામાં આવ્યા હતા.

ખંભાતના વૃદ્ધ દિવ્યાંગનું પરિવાર સાથે મિલન
ખંભાતના પાંચ હાટડી વિસ્તારમાં રહેતા મનહર બચુભાઈ ગત 31મી મેના રોજ બોરસદમાંથી ગુમ થયા હતા. જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી. મનહરભાઈ બોલી-સાંભળી શકતા ન હોઈ તેમની શોધખોળ પોલીસ માટે ચેલેન્જ હતી. દરમિયાન, પોલીસે સોશ્યલ મીડિયા અને એસટી બસ પર તેમના ફોટા સાથેની માહિતી વાઈરલ કરી હતી.

બીજી તરફ પોલીસ દ્વારા બાતમીદારોને પણ સક્રિય કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે તેમને કોઈ પત્તો મળ્યો ન હતો. દરમિયાન અમદાવાદના એક રિક્ષાચાલક આકીબભાઈએ વૃદ્ધ ગીતા મંદિર પાસે હોવાની માહિતી પોસ્ટર પર લગાવેલા તેમના દિકરાના મોબાઈલ નંબર પર આપી હતી. જેની જાણ પોલીસને થતાં જ તેમણે તુરંત વૃદ્ધનો સંપર્ક સાધી પરિવાર સાથે તેમનું મિલન કરાવ્યું હતું. આમ, ત્રણ માસથી ગુમ દિવ્યાંગ વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું હતું.

નેપાળી બાળકનો વાલીવારસો સાથે મિલાપ
નેપાળી પરિવારનો એક બાળક આણંદ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ચાઇલ્ડ લાઇન હેલ્પ ડેસ્કના પ્રતિનિધિએ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. નેપાળી પરિવારનું બાળક પરિવારજનો સાથેના મતભેદના કારણે અલગ અલગ ટ્રેનમાં બેસી આણંદ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. તેનો પરિવાર ઉત્તરપ્રદેશમાં રહેતો હતો.

ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમે સ્ટેશન પરથી બાળકનો કકબજો મેળવી ચિલ્ડ્રન હોમમાં આશય આપ્યો હતો. ત્યારબાદ યુ. પી. માં રહેતા પરિવારજનોનો સંપર્ક કરી તેમને આણંદ બોલાવ્યા હતા અને બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્યો હતો. આમ હેલ્પ ડેસ્કરની ટીમે થોડા દિવસમાં જ બે બાળકોને તેમના વાલીવારસોને મેળવી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...