મુસાફરોને લાભ:કોરોનામાં બંધ કરાયેલી 3 સ્પેશિયલ ટ્રેનો પુનઃ શરૂ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ,ખેડા જિલ્લાના મુસાફરોને લાભ મળશે

પશ્વિમ રેલ્વે દ્વારા કોરોનાકાળ દરમિયાન બંધ કરી દેવાયેલી મહત્વની ટ્રેનો હવે ફરી ટ્રેક પર દોડશે. ત્યારે આણંદ અને નડીઆદ રેલ્વે સ્ટેશનથી પસાર થતી ગુજરાત ક્વીન ઇન્ટરસીટી સ્પેશીયલ ટ્રેન, ગુજરાત એકસપ્રેસ મેલ ટ્રેન 20મી સપ્ટેમ્બરથી પુનઃ દોડાતા મુસાફરાનો લાભ થશે.

પશ્વિમ રેલ્વના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવેલ કે મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ-ગુજરાત એકસપ્રેસ સુપરફાસ્ટ ટ્રેન મુંબઇથી સવારે 5.45 કલાકે ઉપડશે. જે બપોરે 2.45 કલાકે અમદાવાદ પહોંચશે. બીજા દિવસે સવારે 7 કલાકે અમદાવાદથી ગુજરાત એકસપ્રેસ સુપરફાસ્ટ પ્રસ્થાન કરશે જે બપોર 3.55 મુંબઇ પહોંચશે. અમદાવાદ-વલસાડ ગુજરાત કવીન સ્પેશીયલ ટ્રેન વલસાડથી સવારે 4.05 કલાકે ઉપડશે.જે સવારે10.45 કલાકે અમદાવાદ પહોંચશે. તે દિવસે સાંજના 6.10 કલાકે ઉપડશે.જેનો લાભ આણંદ, નડીઆદ, મહેમદાવાદ સહિતના અન્ય સ્ટેશનોના મુસાફરોને લાભ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...