જાહેરનામું:થામણા સ્કૂલની આસપાસ અવરજવર ઉપર પ્રતિબંધ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
  • 8 નવેમ્બર સુધી ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પ યોજાશે

ઉમરેઠ તાલુકામાં આવેલ થામણાની કે.સી. પટેલ હાઈસ્કૂલ ખાતે ગુજરાત બટાલીયન એન.સી.સી., વલ્લભ વિદ્યાનગરની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટીસ કેમ્પ આગામી તા. 8મી સુધી યોજાનાર છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ઉંમરેઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કે.સી. પટેલ હાઈસ્કૂલથી ગામના એક કિલોમીટર વિસ્તારમાં તા.8મી સુધી પશુઓ તથા માણસની હેરફેરી તથા જાહેર ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવાયોે છે.

ઉમરેઠ તાલુકામાં આવેલી થામણાની કે.સી. પટેલ હાઈસ્કૂલ ખાતે ગુજરાત બટાલીયન એન.સી.સી., વલ્લભ વિદ્યાનગરની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે કેમ્પ દરમ્યાન જાહેર જનતાને ફાયરિંગ બેટના સમગ્ર વિસ્તારમાં પરવાનગી વગર પ્રવેશ નહતી કરવા તથા પોતાના આશ્રિત પશુઓ વગેરેને આ સ્થળેથી દૂર રાખવા તથા પશુઓ અવર જવર કરે નહતી તેની તકેદારી રાખવા અને આ જાહેરનામાના ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...