તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:આણંદની હોસ્પિટલોમાં 10-10 કલાકના વેઈટીંગના પગલે 108નો રિસ્પોન્સ ટાઈમ ઘટ્યો, દિવસના માત્ર 2 કોલ એટેન્ડ

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદ જિલ્લાની દરેક હોસ્પિટલ બહાર 108 અેમ્બ્યુલન્સને વેઈટીંગમાં ઉભો રહેવાનો વારો - Divya Bhaskar
આણંદ જિલ્લાની દરેક હોસ્પિટલ બહાર 108 અેમ્બ્યુલન્સને વેઈટીંગમાં ઉભો રહેવાનો વારો
 • ભાસ્કર અપીલ - હવે આપણે સૌએ સમજવું પડશે, કોરોને નાથવા નાગરિકોએ કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવું પડેશે
 • તંત્ર,ડૉકટરો,108 વાળા સમાજને પરિવારને ભુલીને સેવા કરવા તત્પર
 • સામાજીક અને ધાર્મિક પ્રસંગો ટાળો નહીં તો સંક્રમણ વધશે
 • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખીને કોરોનાને હરાવો
 • આફત : હોસ્પિટલમોમાં અેક પણ બેડ ખાલી ન હોવાથી 108ને પણ અોક્સિજનની જરૂરીયાત ઉભી થઈ

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ માર્ચ માસ કરતાં 200 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 11 દિવસથી 100 થી વધુ કેસ આવી રહ્યાં છે. જેના કારણે હોસ્પિટલ બેડ ફુલ થઇ ગયા છે.તેમજ 108 એમ્બ્યુલન્સ વાન વેઇટીંગ 8 થી10 કલાક ઉભી રહેતી હોવાથી દિવસમાં માત્ર એક કે બે કોલ એટેન્ડ થઇ શકે છે.

જિલ્લામાં 108 ગાડી 16 છે. માર્ચ માસમાં દૈનિક 80 થી વધુ કોલ આવતાં હતા. જે હાલમાં વધીને ત્રણ ગણા થઇ ગયા છે. પરંતુ 108 ખાનગી હોસ્ટિલમાં દર્દીને બેડ મળે નહીં ત્યાં સુધી વેઇન્ટીંગમાં રહે છે. જેના કારણે બીજા કોલ એટેન્ડ કરી શકતા નથી. જેના કોલ એટેન્ડમાં ઘટાડો નોંધાયા છે. એપ્રિલ 15મી તારીખ પછી હોસ્પિટલ બેડની સમસ્યા સર્જાતા 108 પણ વેઇટીંગ હોવાથી ખાનગી વાહનો દર્દીને લઇ જવાનો વખત આવ્યો છે.

આણંદ જિલ્લામાં કોરોના દર્દીઓનો સ્વસ્થ રેસીયો ઘણો નીચો ગયો છે. છેલ્લા 10 દિવસમાં 956 કેસ નોંધાયા છે.તેની સામે માત્ર 506 દર્દીઓ કોરોના મુકત બની ઘરે પરત ફર્યા છે. તેમજ દૈનિક કેસમો વધારો થયો છે.તેની સામે દર બે દિવસ 100 કોરોના દર્દીઓ સ્વસ્થ થાય છે.તેના કારણે હોસ્પિટલો ફુલ થઇ ગઇ છે. ત્યારે તંત્ર કે ડોકટરો શું કરી શકે હાલના સંજોગોમાં કોરોના સારવાર માટે ડૉકટરો, નર્સો, 108ની ટીમો સહિત તંત્ર પણ દર્દીઓની સારવાર કરવા માટે તૈયાર છે. પરંતુ તેઓની પાસે હાલમાં બેડની સમસ્યા છે.ત્યારે આવી વિપરીત પરસ્થિતીમાં જનતાનો સહકાર જરૂરી છે.

કોરોના અટકાવવા માટે કોવિડના નિયમોનંુ ચુસ્ત પાલન કરી તો કોરોના સંક્રમણ ઘટાડી શકાશે .ખાસ કરીને હાલમાં સામાજીક પ્રસંગો જેવા કે લગ્ન,બાધા અને ધાર્મિક કાર્યક્રમોના નામે મેળાવવા યોજીને કોરોના આમંત્રણ આપી રહ્યાં છે.નવરાત્રિ અને દિવાળી સુધારી હશે તો જનતાએ જાગૃતિ દાખવીને સામાજીક પ્રસંગો ટાળવા જોઇએ ,તેમજ કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઇએ તેમજ માસ્ક સહિત સેનેટાઇઝર ઉપયોગ કરવા આણંદ ડૉકટરોએ ભાર મુકયો છે.

વેઈટીંગના કારણે 108ને 5થી 8 કલાક હોસ્પિટલ બહાર ઉભી રહે છે
આણંદ જિલ્લામાં 108ની ટીમ પર કોલ આવે તો શહેરી વિસ્તારમાં 10 થી 15 મિનિટમાં પહોચી જતા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટ પહોંચીને દર્દીને 1 કલાકમાં હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવતો હતો. પરંતુ હાલમાં હોસ્પિટલના વેઇટીંગમાં 108 5 થી 8 કલાક પડી રહે છે. તેથી એક વાન માત્ર 1થી 2 દર્દીને હોસ્પિટલ પહોંચાડી શકે છે. માર્ચ કરતાં અેપ્રિલ માસમાં કોલો વધુ આવે છે પરંતુ વેઈટીંગના કારણે આ કોલ અેટેન થઈ શકતા નથી. > નજીર વ્હોરા, મુખ્ય અધિકારી,108 જિલ્લા એમ્બ્યુલન્સ ,આણંદ

ઉમરેઠની 108નું 24 કલાકથી દર્દીને લઈ ખાનગી હોસ્પિટલમાં વેઇટીંગ
આણંદની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા અેક સપ્તાહથી 108 સહિત ખાનગી વાહનોમાં દર્દીઅોને લઈને આવેલા લોકોના વાહનોની કતારો જોવા મળી રહી છે. જેમાં જિલ્લા બહારથી પણ દર્દીઅો આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. ઉમરેઠ તાલુકાની હાલત અત્યારે ખરાબ છે.ઉમરેઠ તાલુકાના એક ગામમાંથી 108 એમ્બ્યુલન્સ વાન કોરોના દર્દીને લઇને ખાનગી હોસ્પિટલમાં શનિવાર સાંજથી ઉભી છે. પરંતુ રવિવાર સાંજ પણ વેઇટીંગ હતી. તો પછી બીજો કોલ કયાંથી એટેન્ડ કરી શકાય. > 108નો ચાલક , ઉમરેઠ તાલુકો

એપ્રિલમાં 631 કોવિડના દર્દીઓને પહોંચાડ્યા
આણંદ જિલ્લામાં એપ્રિલ માસમાં સૌથી વધુ કોલ આવ્યા હતા.પરંતુ 631 કોવિડ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડયા હતા.જો કે દૈનિક કોલ માર્ચમાં 80 થી વધુ આવતાં હતા. જેમાં ત્રણ ગણો વધારો થયો છે.108 વેઇટીંગ હોવાથી કોલ મળતાં નથી. તેના કારણે કોલમા ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો