તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્તાધિશોના ગોળ ગોળ જવાબ:વિદ્યાડેરી રોડ પરની સોસાયટીના રહીશો ગટર વ્યવસ્થાથી વંચિત

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ નગરપાલિકાના સત્તાધિશોના ગોળ ગોળ જવાબ
  • રહીશો ખાળકૂવા ઉલેચવા મહિને 600 ખર્ચવા મજબૂર

આણંદ શહેરના અનેક વિસ્તારો પાલિકાની બેદરકારીના કારણે વિકાસથી વંચિત છે. તેમાં વિદ્યાડેરી રોડ પર આવેલી કેટલીક સોસાયટીઓનો પણ સમાવેશ છે. આ વિસ્તારની અનેક સોસાયટીમાં ગટર વ્યવસ્થાના અભાવે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને વારંવાર ખાળકૂવા ખાલી કરાવવા પડતા હોવાથી વધારાનું આર્થિક ભારણ પણ વધે છે. વિદ્યાડેરી રોડથી સૂર્યાપાર્ક સોસાયટી સુધીના વિસ્તારમાં આવેલી સોસા.ના રહીશો છેલ્લા 7 વર્ષથી આ મુદ્દે લડત ચલાવી રહ્યા છે પરંતુ દર વખતે તેમને ઠાલા વચનો આપવામાં આવ્યા છે.

આણંદ શહેરના જાગનાથ મહાદેવની પાછળના ભાગે વિદ્યાડેરી રોડ પર 1000થી વધુ મકાનો આવેલા છે અને 6 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. વિસ્તારમાં ખાસ કરીને શિવદર્શન સોસા., મંગલમ પાર્ક, મંગલ નગર, રામેશ્વર પાર્ક સહિતની સોસા. આવેલી છે.

આ વિસ્તારાના રહીશોએ 2014માં ગટરલાઇન માટે પાલિકામાં રજૂઆત કરી હતી. જે તે વખતે શહેરના ગટર સહિતના કામો માટે 140 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમ છતાં પાલિકા દ્વારા છેવાડા વિસ્તરોમાં કોઇ કારણસર ગટર લાઇનની સુવિધા આપવામાં આવતી નથી. તેના કારણે વર્ષોથી આ વિસ્તારમાં ખારકુવા ઉભરાવવાની સમસ્યા સ્થાનિકો માટે માથના દુઃખાવા રૂપ બની ગઇ છે. આ અંગે પાલિકા રજૂઆત કરી તો એક જવાબ મળે છે. તમારા વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલુ છે.તેમ કહીને છેલ્લા 7 વર્ષથી ગોળ ગોળ ફેરવવામાં આવે છે.

ખાળકુવા માટે દર મહિને વધારાનો ખર્ચ
વિદ્યાડેરી રોડ પર ગટરલાઇનની વ્યવસ્થા નથી. તેના કારણે આ રોડ પર આવેલી સોસાયટીઓમાં મહિનામાં બે વાર ખાળકૂવા ઉભરાય છે. જે ખાલી કરવા માટે પાલિકામં રૂા 300 ભરવા પડે છે. તે ન આવે તો ખાનગી કોન્ટ્રાક્ટરો 1000 રૂપિયા વસુલે છે. તેના કારણે સ્થાનિક રહીશોને મહિને ઓછામાં ઓછો રૂ. 600નો વધારાનો ખર્ચ થાય છે. > નવલસિંહ વાઘેલા, સ્થાનિક રહીશ

બિલ્ડરોને તાત્કાલિક ગટર લાઇન આપી દેવામાં આવે છે
વિદ્યા ડેરી રોડ પર નવી સાઇટ તૈયાર થાય તેની સાથે બિલ્ડરોને ગટર લાઇન સહિત સુવિધા મળી જાય છે.પરંતુ વર્ષોજૂની સોસાયટીઓને છેલ્લા 7 વર્ષથી ગટર લાઇન આપવામાં રાજરમત રમાઇ છે. આ વિસ્તારમાંથી બબ્બે વખત ભાજપના કાઉન્સિલરો જીતડયા હોવા છતાં લોકઉપયોગી સેવા પુરી પાડવામાં નિષ્ફળ ગયા છે.જેથી સ્થાનિકોમાં ભારેરોષ જોવા મળી રહ્યો છે.> એ.સી.પટેલ,સ્થાનિક રહીશ

7 વર્ષથી રજૂઆત કરવા છતાં હજુ સુધી ગટરલાઇનથી વંચિત
વિદ્યાડેરી રોડ શહેરનો સૌથી જૂનો વિસ્તાર છે. સોસાયટીઓમાં ગટર લાઇન માટે પાલિકા, કલેકટર, મુખ્યમંત્રી અને અવકુડા સહિતના વિભાગમાં લેખિત તથા મૌખિક રજૂઆત કરીને થાકી ગયા છે. પરંતુ પાલિકા હવે તમારુ કામ મુકાશે તેવા ઠાલા વચનો આપે છે. મુખ્યમંત્રીએ આ પ્રશ્ન હલ કરવા જણાવ્યું હોવા છતાં પાલિક સતાધિશો કોઇ જ કાર્યવાહી કરતા નથી.> અરવિંદભાઇ પારેખ, સ્થાનિક રહીશ વિદ્યાડેરી રોડ આણંદ

અન્ય સમાચારો પણ છે...