હોબાળો:ઇસ્માઇલનગરના રહીશોનો આણંદ પાલિકામાં હલ્લાબોલ, વોર્ડ-5 માં ગટરના ગંદા પાણીની રેલમછેલથી રહિશો હેરાન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સત્તાધિશો વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો

આણંદ નગરપાલિકા હસ્તક વોર્ડ નં 5 માં ગટરના ગંદા પાણીની રેલમ છેલ થઇ હોય રહીસોએ સૂત્રોચ્ચાર કરીને કાઉન્સિલર સામે રોષ ઠાલવીને છાજીયા લીધા હતા. સ્થાિનક વિસ્તારના કાઉન્સિલર સહિત વિરોધ પક્ષના નેતા સલીમશા દિવાનને રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતાં હાયરે નગરપાલિકા હાય હાય તેવા સૂત્રોચ્ચાર કરીને વહેલીતકે પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ ઉચ્ચારી હતી.પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગરપાલિકા વોર્ડ નં 5માં આવેલા સોસાયટી વિસ્તારોમાં પાલિકાના સફાઇ કામદારો દ્વારા સાફસફાઇ સહિત ગટરોમાં ગંદા પાણીના નિકાલ કરવામાં આવતો નહીં હોવાથી ગટર ચોકબ થતાં વારંવાર દુષિત પાણી ઉભરાય છે.ત્યારે ટુંક સમયમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો હોવાથી રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ અંગે આણંદ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.

જો કે આણંદ નગરપાલિકાની એસી ચેમ્બરમાં બેસી રહેતા અધિકારીઓ કર્મચારીઓ કોંગ્રેસ શાસિત વિસ્તારમાં કામગીરી હાથધરવામાં નહીં આવતાં સ્થાનિક વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બનવું પડે છે. આ અંગે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર સલીમશા દિવાને જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ સહિત હાઇડ્રોલીક એન્જીનિયર જુગલ પ્રજાપતિને જણ કરવા છતાં ગટરોની સાફસફાઇ હાથધરવામાં આવતી નથી.જેના પગલે સ્થાનિક રહીશો આણંદ નગરપાલિકામાં પહોંચી જઇને સૂત્રોચ્ચાર કરીને ભારે હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...