આણંદ સિવિલ હોસ્પિટલની જગ્યા વારંવાર બદલી નિર્માણ કાર્યને ટલ્લે ચઢાવવામાં આવી રહ્યું છે. હાલમાં વ્યાયામ શાળામાં સિવિલ બનાવવાની જગ્યાએ અન્ય જગ્યા સિવિલ માટે ફાળવવાની કામગીરી ચાલી રહી છે.જેના કારણે નગરજનો સહિત વિવિધ સંગઠનોએ નારાજગી વ્યકત કરી છે. સિવિલ હોસ્પિટલ વ્યાયામ શાળામાં જ બનાવી જોઇએ , કારણે કે જગ્યા પસંદ થઇ ગઇ છે.
ગ્રાન્ટ ફળવાઇ ગઇ છે. ત્યારે સ્થળ બદલવામાં આવશે. તો નકશાની સહિતકામગીરી બીજા બે ત્રણ વર્ષ નીકળી જવાની સંભાવના છે. જેને લઇને વ્યાયામ શાળામાં સિવિલ બનાવવા માટે લેખિતમાં ક્લેકટર સહિત ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજય માનવ અધિકારના સંયોજક કિરણ સોલંકીઅે જણાવ્યું હતું કે, આણંદ સિવિલ હોસ્પિટલ વ્યાયામ શાળામાં બનાવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબા દામોદરદાસ મોદી જનરલ હોસ્પિટલ આણંદ તેવું નામ આપવાની માંગ સાથે ક્લેકટર સહિત મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઇ છે.
કેમ વિરોધ કરાય છે
આણંદ સિવિલની જગ્યા પસંદગીમાં વારંવાર સ્થળ બદલાય છે.તેના કારણે સિવિલની કામગીરી શરૂ થઇ શકતી નથી. સિવિલ માટે 500 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ મંજૂર થઇ છે.વ્યાયમ શાળામાં સિવિલ બનાવવા માટે માપણી સહિત નકશાની કામગીરી થઇ છે.ત્યારે સ્થળ બદલવામાં આવશે તો પુન: માપણી સહિતની કામગીરીમાં 2 વર્ષ નીકળી જશે. સ્થળ પસંદગીમાં 12 વર્ષથી સિવિલનું નિર્માણ કાર્ય ટલ્લે ચઢયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.